Vadodara

સ્માર્ટ સિટી રેન્કિંગમાં વડોદરાની છલાંગ

વડોદરા : સુપરવિઝન હેઠળ રાજ્યના છ શહેરોની સ્માર્ટસિટીમાં પસંદગી થઈ છે.આ મિશન હેઠળ 6.90 હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે.સ્માર્ટ સિટી રેન્કિંગમાં વડોદરા 31 નંબરે આવતા સ્માર્ટ સિટીની રેન્કિંગમંાં સુધારો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિના પહેલા 60મા ક્રમાંક આવેલું વડોદરા હાલમાં 31મા ક્રમાંકે પહોંચ્યું છે. વડોદરા સ્માર્ટસિટી ડેવલપમેન્ટ કંપની વર્ષ 2017 માં રજીસ્ટ્રેશન થઈ હતી.4 વર્ષની અંદર વડોદરાને લોકાર્પણ હોય અને ઉપયોગી હોય એવા એક પણ પ્રોજેક્ટ નથી.બીજી તરફ વડોદરાની 100 સ્માર્ટ સિટીમાં પસંદગી થઈ છે પરંતુ વડોદરાના અધિકારીઓ તથા નેતાઓની મિલીભગતના કારણે વડોદરાનું ફરી નાક કપાયું છે.

સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સ્માર્ટ અધિકારીઓ વડોદરાને ક્યારે સર્વોચ્ચ પદે બેસાડી શકતા નથી.સ્માર્ટ સ્ટ્રીટલાઇટ,સ્માર્ટ ડ્રેનેજ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ,સ્માર્ટ વોટર,મીટર,સ્માર્ટવોટર મીટર ,બાયસીકલ સેરીગ પ્રોજેકટ,સ્માર્ટ રોડ,સ્માર્ટ વોટર પમ્પીંગ સ્ટેશન,સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ ઓડિટ પ્રોજેક્ટ જેવા નામો આપી મોટી મોટી જાહેરાતો આપી નાગરિકોને માત્ર સપનાજ બતાવવામાં આવી રહ્યા છે.વડોદરાની નેતાગીરી નબળી છે.

વડોદરાને જ દૂર દ્રષ્ટિ જેવા નેતાઓ મળ્યા નથી.માત્ર ટિફિન સેવા બ્લડ કેમ્પનું આયોજન અસ્થિવિસર્જન રસીકરણ ભંડારા નેતાઓની જન્મદિવસની ઉજવણી કરવામાં સોશિયલ મીડિયા ઉપર પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે.પરંતુ આજદિન સુધી દેશભરમાં ચર્ચા થાય એવો એક પણ પ્રોજેક્ટ વડોદરાની પ્રજાને મળ્યો નથી.છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો પ્રજાને ગુમરાહ કરતા રહ્યા છે કે 2397 રોડના પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે.કુલ 54 પ્રોજેક્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. સ્માર્ટસિટીના વિકાસના કામો શહેરમાં થતા છેલ્લા ત્રણ મહિનામાં વડોદરાનું રેન્કિંગમાં સુધારો થયો છે.

સ્માર્ટસિટીના નામે અનેક કૌભાંડો થયાં
સ્માર્ટ સિટીના નામ કૌભાંડો થયા છે સરકારે આપેલા પૈસામાં ભ્રષ્ટાચાર કરાયો છે. સ્માર્ટસીટીના નામે ઝૂંપડાઓ તોડી નાખ્યા.નાગરિકોને ગંદુ પાણી પીવડાવો છે.વિશ્વામિત્રીમાં નદીમાં ડ્રેનેજનું પાણી બંધ કરવાની પણ વાત હતી.જે રસ્તા પર ઢોરો અને કૂતરા ભાગતા હોય તેને સ્માર્ટ સિટી કહેવાય.સ્માર્ટસીટીના અધિકારીઓનો ખર્ચ કોર્પોરેશનને પડે છે.સ્માર્ટ સિટીમાં ઈમાનદારી અધિકારીઓને કાઢી મૂકવામાં આવે છે.જે પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવે છે તેઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે.સ્માર્ટ સિટીના પ્રોજેક્ટની સમય મર્યાદા પણ હવે પૂર્ણ થવામાં આવી છે.400 કિલો મીટર વરસાદી ગટર લાઈન આ છે વડોદરા સ્માર્ટ સીટી.-ચંદ્રકાંત શ્રીવાસ્તવ,પૂર્વ વિપક્ષી નેતા

વિકાસનો કામો થતા રેન્કિંગમાં સુધારો
દર મહિને સ્માર્ટ સિટીનું રેન્કિંગ આવતું હોય છે.ખર્ચ થયો,ટેન્ડર બહાર પાડ્યું, વર્ક ઓર્ડર,ખર્ચ વધારે થાય અને કામ પૂરુંના થયું હોય.ગયા મહિને ખર્ચો સબમિટ કરવાનું બાકી છે.જેના કારણે 400 કરોડના પ્રોજેક્ટ સ્માર્ટસીટીમાંથી ડ્રોપ આઉટ કરવામાં આવ્યા છે.જેને લઇને સ્માર્ટ સિટીમાં રેન્કિંગ 31 આવ્યું છે.-સુધીર પટેલ, સીઈઓ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ

Most Popular

To Top