Vadodara

વડોદરામાં દુષિત પાણીના કારણે વોર્ડ નંબર 8ની મહિલાઓ રણચંડી બની

 વડોદરા: શહેરમાં (Vadodara) દુષિત પાણીની (Contaminated Water) સમસ્યા વિકટ બની રહી છે. મહાનગરપાલીકાનું (VMC) તંત્ર શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્યારે શહેરની વોર્ડ નંબર 8 ની મહિલાઓએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. ગોરવા વિસ્તારમાં મહિલાઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા ત્યાર બાદ કેટલીક મહિલાઓ સ્થાનિક નગરસેવકની ઓફિસ (Office) ખાતે પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. શહેરમાં દુષિત પાણીની સમસ્યા નવીસુની નથી.

વારંવાર નગરજનો દ્વારા પાણીના મુદ્દે પાલિકાના સત્તાધીશોને ઉગ્ર રજૂઆતો કરવામાં આવે છે છતાં તેઓના પેટનું પાણી હાલતું નથી. શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીં આવવાની સમસ્યા છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી જોવા મળી રહી છે. જેના પગલે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દુષિત પાણીના પગલે ગોરવા વિસ્તારની મહિલાઓ દ્વારા ગુરુવારના રોજ માટલા ફોડવામાં આવ્યા હતા. અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

દુષિત પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો મોરચો વોર્ડ નંબર 8 ના નગરસેવક રાજેશ પ્રજાપતિની ઓફિસ ખાતે પહોંચી હતી જ્યાં તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોએ પોતાનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિક મહિલાઓને પણ ત્યાં યોગ્ય જવાબ ન માલ્ટા તેઓએ વિસ્તારમાં માટે લેવા આવતા નેતાઓનો ઉધડો લીધો હતો. અને જયારે માટે માંગવા આવે છે ત્યરે હાથ જોડીને ઉભા રહે છે અને જયારે સમસ્યાની રજૂઆત કરવા જઈએ ત્યારે કોઈ યોગ્ય જવાબ મળતો નથી.

કેયુર રોકડીયાએ પણ ઉદ્ધત જવાબ આપ્યો
વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર અને ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ અમે ફોન કરીને રજૂઆત કરી છે છતાં અમારી રજુઆત સાંભળી નથી. તેઓ ફોન ઉપર પણ ઉદ્ધત જવાબ આપી રહ્યા છે. જયારે વોટ માંગવાનો હોય ત્યારે હાથ જોડીને આવે છે કે અમને મત આપજો જયારે અમે રજૂઆત કરીએ છે ત્યારે કોઈ સાંભળતું નથી. – જયાબહેન પટેલ, સ્થાનિક

નગર સેવક કહે છે બે દિવસમાં થઇ જશે, અધિકારીઓ ના પડે છે કોણ સાચું?
અમે નાગરસેવકને વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે બે દિવસમાં સમસ્યાનો નોવેદો આવી જશે. અને અધિકારીઓ કહે છે કે બે દિવસમાં કામ નહિ થાય. ખુદ અન્ય નગરસેવક કેયુર રોકડીયા પણ કહી રહ્યા છે કે બે દિવસમાં કામ પૂર્ણ નહિ થાય. અમર હાલમાં પાણી ખરીદીને લાવવું પડે છે. વિસ્તારમાં ઝાડા ઊલટીનો વાવર આવી ગયો છે. ત્યારે તાકીદે આ કામ થાય તે જરૂરી છે – દામિની ધોબી, સ્થાનિક

ત્રણ વોર્ડની લાઈન સાથે મળી જ્યાં જ્યાં ભંગાણ થયું છે
અમોને રજૂઆત મળી છે. ખોડિયાર નગર નજીક પાણીની લાઈન આવે છે ત્યાં વોર્ડ નંબર 8,9 અને 11 ની લાઈનો મળે છે. ત્યાં ડ્રેનેજની લાઈન પણ પસાર થાય છે. આ લાઈનમાં ભંગાણ થવાના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. હાલ કામગીરી ચાલી રહી છે. અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. કુંડી ફાટી જવાથી આ કામમાં થોડો વિલંબ થઇ રહ્યો છે. પરંતુ વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિવેડો આવશે – રાજેશ પ્રજાપતિ , નગરસેવક, વોર્ડ 8

Most Popular

To Top