Vadodara

પાલિકાની નિષ્કાળજી અને ઠેરઠેર ગંદકીથી વડોદરા 8મા ક્રમે ધકેલાયું

વડોદરા : દેશમાં સ્વચ્છ સરક્ષણ 2021 અંતર્ગત એસેસમેન્ટ માટે અલગ-અલગ પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાનો 2020માં 10 નંબર હતો અને 2021માં 8 નંબર આવ્યો છે જેમાં ગાર્બેજ પરિસ્થિતિ માટે 3 સ્ટાર રેકિંગ મળ્યા છે. સ્વચ્છતામાં તો હજુ પણ વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળે છે. જાહેર રસ્તા પર સરકારી કચેરીઓની પાછળ અને સૌથી મોટી વાત તો પાલિકાની જા વડી કચેરી આવેલી છે તેની પાછળ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે અાગામી સમયમાં પાલિકા મારી બીટ સ્વચ્છ બીટ ઓપન સ્પોર્ટ નાબૂદી અને ૯૫ જેટલા મોટા સપોર્ટ નાબૂદ કરવામાં આવ્યા હતા.

આગામી સમયમાં રેન્કિંગમાં સુધારો આવે તેવા પ્રયત્નો પાલિકા દ્વારા કારવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે વડોદરા શહેર ODF++ મેળવવામાં આવેલ છે. જેમાં સૌચાલય તથા એસટી પ્લાન્ટ નો સર્વે કરવામાં આવેલ, અટલાદરા ખાતેનો લીગસી વેસ્ટનો સંપૂણ પણે પ્રોસેસ કરીને નિકાલ કરવામાં આવેલ જેનો પણ સદર એસેસમેન્ટ મુખ્ય પેરામીટર હોય વડોદરા શહેર અને અન્ય શહેરની સરખામણીમાં અગ્ર રહે છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકોના સાથ સહકાર તથા પાલિકાના પ્રયત્નોથી કુલ ૬૦૦૦ માર્ક્સ માંથી 4747.96 માર્ક મેળવીને 8 મુ સ્થાન મેળવેલ છે.

 1ક્રમ મેળવવામાં મદદરૂપ થયેલ ઇન્દોરના મુખ્ય પરિબળો

  • રાત્રી સફાઈ :- તમામ માર્ગો પર થાય છે સવારે શહેર ચોખ્ખું ચણાક.
  • સફાઈ કર્મીઓ ઉપર પકડ :- 6000 સફાઈ કામદારો છે ખાનગી રીતે વોચ ગોઠવી કડકાઈ કરતા કામદારોની હકાલપટ્ટી કરી નવા ૧૫૦૦થી વધુ ની ભરતી કરાઈ.
  • ફૂટપાથ પરની ધૂળ/ કચરો :- રસ્તા પરથી ઝીણી રજ ઉપાડવા સ્વિપર મશીનને સાથે ફૂટપાથ પણ ચોખ્ખી ચણાક રાખ સ્પ્રે મશીનનો ઉપયોગ.
  • ડસ્ટબીન લેશ શહેર :- આખા શહેરમાં થી મોટી કચરાપેટી હટાવી લેવાય.
  • કચરા નિકાલનો ટાર્ગેટ અપાયો :- ઇન્દોર જ્યારે 149 ક્રમે હતું. ત્યારે સર્વે કરાયો ,ડોર ટુ ડોર 600 થી 700 ટન કચરો એકત્ર થતો હોવા છતાં ઉપરાંત રોડ પર ૨૦૦ ટન કચરો પડ્યો રહેતો હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટ અને દૈનિક 1000 ટન કચરો એકત્ર કરવાનો ટાર્ગેટ અપાયો.
  • બજારની અલગથી સફાઈ વ્યવસ્થા :- 400 એનજીઓ અને સંગઠનોની મદદ લેવાઈ છે, સીટીઝન નો ડેટાબેઝ તૈયાર કરી whatsapp, એસ.એમ.એસ થી સતત જાગૃત રખાયા.
  • વાયરસેલ મારફત ગોઠવાયેલુ નેટવર્ક :- ફિલ્ડવર્ક રનારા અધિકારીઓને વાયરલેસ અપાયા, ગંદકીની ફરિયાદ મળે એટલે તાત્કાલિક વાયરલેસ પર સંદેશ મોકલી તાકીદે સફાઈ ની વ્યવસ્થા ગોઠવાય.
  • ફૂડ ઈન્સ્પેકટર સહિતનાને જવાબદારી સોંપાઈ :- સેનિટેશનના સ્ટાફ ઉપરાંત ફૂડ ઇન્સ્પેક્ટર , એસ્ટેટ ઇન્સ્પેક્ટર સહિતના વિભાગના સ્ટાફને પણ સફાઈ વ્યવસ્થાના મોનિટરીગ ની કાયમી જવાબદારી સોંપાઈ.

8ક્રમ મેળવવામાં મદદરૂપ થયેલ વડોદરાના મુખ્ય પરિબળો

  • અટલાદરા ખાતે બાયોરેમેડીએશન પ્રક્રિયા દ્વારા કુલ 3.75 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ તથા કુલ ૧૭ એકર જમીન ખુલ્લી કરવામાં આવી.
  • વડસર ડમ્પિંગ સાઈડનું મ્યુઝિયમ ઓફ લિવિંગ ટ્રીઝમાંમાં રૂપાંતર કરી વોકિંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું.
  • પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંતર્ગત ટ્રાફિક વેસ્ટ કલેકશન અને રિસાયક્લિંગ પ્રક્રિયાની શરૂઆત.
  • કન્સ્ટ્રકશન અને ડીમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અંતર્ગત ફેસેલીટી સ્થાપિત કરવાની શરૂઆત.
  • મકરપુરા ખાતેની લેન્ડફિલ ફેઝ 1 ખાતે રહેલા 4 લાખ મેટ્રિક ટન બાયોરેમેડિયેશન પ્રક્રિયા દ્વારા નિકાલ કરવાની શરૂઆત.
  • વિવિધ જનજાગૃતિ અભિયાન હેઠળ નવીનતમ સ્પર્ધાનું આયોજન તથા સ્વચ્છતા મિત્રોનું સન્માન દ્વારા મોટીવેશન.

વોર્ડ ઓફિસ અને ખંડેરાવ માર્કેટની પાછળ તો ગંદકી કાયમ જોવા મળે

દેશમાં સ્વચ્છ સરક્ષણ 2021માં વડોદરાનો 8મો ક્રમાંક આવ્યો છે જો વડોદરાને 1 થી 3માં ક્રમાંક લેવો હોય તો વોર્ડમાં સફાઈ કામદારો 9 વાગે ગાયબ થઈ જાય છે જે કામગીરી કરે એની તેની પર મોનીટરીંગ કરવામાં આવે તો વડોદરા પહેલા નંબરે આવી શકે છે. શહેરના સંતકબીર રોડ બરાનપુરા વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. હજી પણ વોર્ડ ઓફિસ ની પાછળ, ખંડેરાવ માર્કેટ ની પાછળ અને જાહેર રસ્તાઓ પર ઠેરઠેર ગંદકી તો જોવા મળે જ છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર આઠમાં નંબરે આવતા નાગરિકોનું શું માનવું છે

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે પહેલી વસ્તુ જોઈએ શહેરમાં પારાવાર ગંદકી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માં નાગરિકો પાસે સૂચના કે માહિતી લીધી નથી.જાહેર રસ્તા પર હજુ પણ કચરો છે. હાલની સ્થિતિમાં વડોદરાનો 8મો નંબર નહીં પરંતુ ૫૦મો નંબર આપવો જોઈએ હાલના શાસકોએ ઇન્દોર અને સુરતમાં જઈને સફાઈ કેવી રીતે કરવામાં આવે છે તે જોવી જોઈએ વડોદરામાં નાઈટ સફાઈ બંધ થઈ ગઈ છે.  વાડી વિસ્તારના સ્થાનિક પંકજ દરવે જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણ માટે નંબર આપવામાં આવ્યો છે તે નંબરમાં ફિકસિગ કરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી છે.ઓલ ઓવર પરિસ્થિતિ જોવા જઈએ તો શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. કે મોસાળ માં મા પરિસનારી હોય તો નંબર આવે.  ધારાશાસ્ત્રી ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે વડોદરા શહેરનો સ્વચ્છતા સરક્ષણમાં 8 મો નંબર આવ્યો એ સારી વાત છે. હજુ પણ 50 જાહેર સ્પોર્ટ એવા છે જ્યાં 24 કલાક સુધી કચરો પડી રહે છે પરંતુ કોઈ ઉઠાવવા માટે આવતું નથી.

સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતુ તંત્ર :

હજુપણ શહેરના કેટલાય વિસ્તારોમાં જાહેર માર્ગો તેમજ બ્રિજ નીચે કચરાના ઢગ પાલિકાના સ્વચ્છતા અભિયાનની ચાડી ખાય છે .

  • સયાજી વિહાર ક્લબ પાસે, ખંડેરાવ માર્કેટ
  • જેતલપુર બ્રિજ

વડોદરા શહેર સ્માર્ટ સિટી અને સુંદર બનાવવાની વાતો થાય છે તેના કારણે શહેરને સ્વચ્છતા બાબતે આઠમો ક્રમાંક (નંબર) મળ્યો છે. તેનુ કારણ હજુ વડોદરા સ્વચ્છતા રાખવાનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હોત તો વધુ સારો નંબર આવી જાત. પ્રસ્તુત તસવીરમાં ખંડેરાવ માર્કેટ એકદમ નજીક સયાજી વિહાર કલબ પાસે, કચરાના સવારના પાડેલી તસવીર યથાવત કચરાના ઢગલા કમિશનર ઓફીસથી વધુ નજીક આ કચરાના ઢગલા સ્વચ્છતા વાતો કરતુ તંત્ર કેટે અંશે જવાબદાર ?  જેતલપુર રોડ બ્રિજ નીચે કચરાના ખડકાયેલા ગઢ પાલિકાના સ્વચ્છતા અભિયાનની ચાડી ખાઇ રહ્યા છે        (તસવીર-ભરત પારેખ)

Most Popular

To Top