Vadodara

વડોદરા માંગે છે હિસાબ, ક્યાં છે વડોદરાનો વિકાસ?

વડોદરા: એમ એસ યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય અને ક્રેડાઈના વડોદરા પ્રેસીડન્ટ દ્વારા વડોદરાના વિકાસ સામે સવાલ ઉઠાવતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા રાજ્યના અન્ય મહાનગરો કરતા વિકાસમાં પાછળ રહી ગયું હોવાની રાવ વર્ષોથી ઉઠી છે અને તેમાં સુધારો કરવાની માંગ પણ થઈ રહી છે.પરંતુ, વડોદરાના વિકાસ ને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.જેના કારણે એક સમયનું મોડેલ સિટી વડોદરા હવે સુધરેલું ગામડું થઈ ગયું હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે.

આ સંજોગોમાં, એમ એસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એવા ક્રેડાઈ વડોદરાના પ્રેસિડન્ટ મયંક પટેલે વડોદરા માંગે છે હિસાબ,ક્યાં છે વડોદરાનો વિકાસ તેવો સવાલ કરતી પોસ્ટ સોસિયલ મિડિયામાં મુક્તા ભાજપી મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટમાં વિકાસનાને શોધો વડોદરાને બચાવો અને વડોદરાથી અધિકારીઓના પાપે લાપતા થયેલા વિકાસને શોધી આપનારને ઇનામ આપવામાં આપવે તેવી નુક્તચેની કરવામાં આવી છે.ક્રેડાઈ વડોદરાના પ્રેસીડન્ટ મયંક પટેલે આ મામલે જણાવ્યું હતું કે,40% જમીન કપાત કરાયા બાદ છ મહિના સુધી પ્લોટ વેલ્યુએશન કરાતું નથી. એટલું જ નહીં, બાંધકામ અંગેની ઓનલાઈન રજાચિઠ્ઠી મંજુર થયા બાદ વુડા અને પાલિકામાં સાધનિક કાગળો આપ્યા બાદ પણ ફાઇલ છ મહીના સુધી આગળ જ ચાલતી નથી.જેથી, વડોદરાના વિકાસ પર અસર પડી છે અને તેવી લાગણી સોશિયલ મીડિયા માં વ્યક્ત કરી છે.

Most Popular

To Top