વડોદરા: પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે વડોદરા (Vadodara) શહેર – જિલ્લા શિક્ષક સંઘ દ્વારા રામધૂન (Ramdhun) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આગામી ચૂંટણી પહેલા પોતાના પ્રશ્નોનું સમાધાન થાય તેવી માંગ કરવામાં આવી હતી.શિક્ષકો પોતાના પ્રશ્નોને લઈને કેટલાય સમયથી લડત આપી રહ્યા છે. શિક્ષણ મંત્રી દ્વારા 3 – 3 વખત તેઓના પ્રશ્નોનો સ્વીકાર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી છતાં હાલ સુધી કોઈ પણ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ત્યારે આજરોજ વડોદરા શહેર – જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સરદાર છાત્રાલય ખાતે શિક્ષકો દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ચૂંટણી આવે તે પહેલા પોતાના પ્રશ્નોનું સમાધાન થઇ જાય.
વડોદરાના ચાર ઝોનમાં રાત્રે દબાણ ટીમ ત્રાટકી
વડોદરામા જ્યાં જુઓ ત્યાં સાંજ ના સમયે દબાણો વઘી જતા હોય છે. ત્યારે ટ્રાફિક વઘી જતું હોય છે જેનાથી નાગરિકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. પાલિકા ની ટીમે સૌ પ્રથમ રાત્રે દબાણ હટાવવા ના પગલાં ને શહેર માંથી ભારે આવકાર મળ્યો છે. દબાણશાખાની ટીમ ત્રાટકતા જ વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની મોજ માણનારાઓમાં ભાગદોડ મચી ગઈ જતા તમાશો જોવા ઠેર ઠેર રાહદારીઓ અને સ્થાનિકોના લોક ટોળા એકત્ર થયા હતા અને વાહનોના પૈડા થંભી ગયા હતા. શહેરભરમાં ચારેય બાજુએ હંગામી દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે સમી સાંજથી મોડી રાત સુધી ખાણીપીણીને આ લારી સતત ધમધમતા હોય છે. ખાણીપીણીના શોખીનો માટે ગેરકાયદે દબાણ કરનારાઓ કેબલ ખુરશીની પણ વ્યવસ્થા કરી આપતા હોય છે.
આ અંગે મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી જેમાં શહેરના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર હંગામી દબાણોનો રાફડો ફાટ્યાની ફરિયાદો હતી. પરિણામે આશરે રાત્રે 8 વાગ્યાથી એક્શનમાં આવેલી દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર હંગામી દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડે. મ્યુનિસિપલ કમિશનર તુવેર તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાથે ચારેય ઝોનમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.