વડોદરા: શહેરમાં (Vadodara) ફરતી રિક્ષા ચોર ટોળકીનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન વાઘોડિયા રોડ, અમિતનગર તથા માંજલપુર વિસ્તારમાં વધુ ત્રણ મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને તેમણે પહેરેલી સોનાની ચેઇન (Gold Chain) સરકાવી લીધી હતી. જેથી 1.10 લાખની ચોરીની પોલીસ (Police) ફરિયાદ (FIR) નોંધાવી છે. વડોદરા શહેરમાં રક્ષામાં બેસાડવાના બહાને સિનિયર સિટીઝન સહિતના મહીલાઓએ પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર તફલાવી લેતી આંતરરાજ્ય ટોળકી બેખૌફ લોકોને નિશાન બનાવી રહી છે.
નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં 6 લોકોની નજર ચુકવીને સોનાના દાગીના કાઢી લીધા હતા. જેની વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે ત્યારે વધુ ત્રણ મહિલાઓને આ ટોળકીનો ભોગ બની છે જેમાં ઉમા ચાર રસ્તા પર આવેલી લેબમાં ઉજ્જવલજ્યોતિ સિંગ બ્લડ રિપોર્ટ કરાવ્યા બાદ રિક્ષામા બેસી ઘરે જતા હતા તે દરમિયાન જે રિક્ષામાં બે પુરુષ અને સ્ત્રી બેઠેલો હતા. તેઓ પણ આ રિક્ષા બેઠા હતા દરમિયાન આ ત્રણ લોકો પૈકી કોઇએ તમની નજર ચુકવી 40 હજારની સોનાની ચેઇન સરકાવી લીધી હતી.બીજી ઘટનામાં વીઆઇપી રોડ પર અમિતનગર સોસાયટીમાં રહેતા મહિલા અમિતનગરથથી ખોડિયારનગર તરફ જતા હતા તે દરમિયાન રિક્ષા બેઠેલા મહિલા સહિત ત્રણ શખ્સો પૈકી કોઇએ તેમની હાથ ચાલકીથી મહિલા ગળામાંથી સોનાની પેન્ડલવાળી ચેઇન રૂ. 40 હજાર કાઢી લીધી હતી.
ત્રીજી ઘટનામાં માંજલપુર વિસ્તારમા ડીવાઇન ગેલેક્ષી સોસાયટીમાં આવેલા મંદિર દર્શન કરી પરત ઘરે જતા હતા. જેમાં એક શખ્સ માજીના ગળામાંથી સોનાની 30 હજારની ચેઇન સરકાવી લીધી હતી. ત્રણ મહિલાઓએ તેમના વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પકડાયેલા બંને આરોપીએ તીહાદ જેલમા સજા કાપી ચૂક્યા છે
પકડાયેલ બંને આરોપી સહિત ફરાર આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. જેમાં રામેશ ઉર્ફે ભોટી શંકાર નાયક સામે 9 રાજ્યના વિવિધ પોલીસ સ્ટશનોમાં પણ ગુનો નોધાયેલા છે અને દિલ્હીના ગુનામા પંદર દિવસ તિહાલ જેલમા સજા કાપી ચૂક્યા છે. તેવી જ રીતે રાજેશ ઉર્ફે ટણી પરમાર વિરુદ્ધ 22 રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે અને તેણે પણ દિલ્હી ખાતેના ગુનામા દોઢ માસ તિહાડ જેલમાં જેલ વાસ ભોગવ્યો છે અને તાજેતરમાં બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાછળની સિટ પર ચેઇન તોડનાર એક્સપર્ટના બેસાડતા હતા
આરોપીઓ મહેમદાવાદાથી કોઇ પણ શહેરમા ગુનાના અંજામ આપવા માટે જાય ત્યારે અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરતા હતા.રિક્ષામાં ટોળકી એક ડ્રાઇવર અને એક માણસ આગળ બેસતા હતા જ્યારે પાછળ એક મહિલા અને પુરુષ બેસતા હતા. જેમાં પાછળ બેસનાર આરોપી ચેઇન કડ કરવામાં એક્સપર્ટ હોય છે. ચેઇનતોડનાર ડ્રાઇવરની પીઠ પર પોતાના આંગળીતી જે બાજુ દબાવી અને ખેંચે તે બાજુ રિક્ષા લઇને જવાની જેથી અન્ય પેસેન્જરોને શંકા જાય નહી.
રિક્ષામાં બેઠો હોય તેનો તેની નંબર પ્લેટનો ફોટો પાડી લોવ અને નંબર નોંધી લેવા પોલીસની અપીલ
રિક્ષા ટોળકીનો મહિલાઓ ભોગ બનતી હોય જે જેથી પોલીસ દ્વારા દ્વારા જનતાને અપીલ કરાઇ ચેક આવી રિક્ષાઓમાં બેસેલા હોય અને સાથે અન્ય મુસાફરો આપને અલગ અલગ વાતો કરાવડાવી આપનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે ત્યારે તમાર તેમની વાતોમાં આવવુ નહી. તમારી આજુબાજુની નજર રાખવી અને જો કોઇ શંકાસ્પદ જેવું લાગેત રિક્ષાનો નંબર નોંધી લેવો અથવા મોબાઇલમાં ફોટો પાડી લેવો જોઇએ.