વડોદરા: ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવકનો એક સંતાનની માતા પર બળાત્કાર – Gujaratmitra Daily Newspaper

Vadodara

વડોદરા: ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવકનો એક સંતાનની માતા પર બળાત્કાર

વડોદરા: વડોદરામાં (Vadodara) સાથે નોકરી (Job) કરતા ભરૂચના (Bharuch) યુવકે એક સંતાનની માતા સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ સંબંધ બાંધી લીધો હતો. યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને અલગ અલગ જગ્યા પર લઇ જઇ તેના પર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જેથી યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવતા પોલીસે (Police) ગણતરીના કલાકોમાં યુવકને ઝડપી પાડયા બાદ તેનું મેડિકલ કરાવવની તજવીજ હાથ ધરી છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર હરીઓમ કોમ્પલેક્ષમાં રહેતા 27 વર્ષીય હર્ષ મનોજ ગુલવાણી ગોત્રી વિસ્તરામાં રહેતી એક સંતાનની માતા સાથે એક જ જગ્યા પર નોકરી કરતા હતા. દરમિયાન યુવકે યુવતી સાથે વાત કરવાના બહાને મિત્રતા કરી લીધી હતી. યુવક યુવતી ત્રણ ચાર મહિનાથી સાથે નોકરી કરતા હોય બંનેની આંખો મળી ગઇ હતી. જેના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેથી યુવક યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા લઇ જવાના બહાને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવકે યુવતીના ન્યૂડ ફોટા પોતાના મોબાઇલમાં પાડી લીધા હતા. યુવક કોઇને કહીશ તો અવાર નવાર તેના ફોટા વાઇરલ કરવાની તથા તેના પતિને બતાવી દેવાની ધમકી આપીને યુવતી પર દુષ્કર્મ ગુજારતો હતો.

જેથી કંટાળી ગયેલી પરીણિત યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં રવિવારના રોજ યુવક વિરુદ્ધ દુષ્કર્મ ગજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં બળાત્કાર ગુજારનાર આરોપી હર્ષ મનોજ ગુલવાણીને ઝડપી પાડ્યો હતો. જેથી પોલીસે યુવતી સહિત યુવકના મેડિકલ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top