વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ છે શહેરના સમા વિસ્તાર, વિસ્તારમાં અને રાજમહેલ રોડ પેલેસના ગેટ પાસે ભુવા પડવાની પડી ગયા છે. વરસાદની શરૂઆત જ ભૂવા પડતાં પાલિકાના કોન્ટ્રાક્ટર ની કામગીરી છતી થઇ છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી ની વાતો કરી રહ્યું છે મહાનગરપાલિકા સ્માર્ટ સિટી નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી કે વેરાનું વળતર પણ મળતું નથી. જ્યાં જુઓ ત્યાં મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારથી ખદબદે છે.
નાગરિકોને ઉનાળામાં ચોખ્ખું પાણી પીવાનો મળતું નથી ચોમાસામાં પ્રિમોન્સુન કામગીરી તદ્દન ફેલ જાય છે પહેલા જ વરસાદમાં નાગરિકોના દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરને કામગીરી છતી થઈ છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ નજીકના સરણમ એપાર્ટમેન્ટની પાસે રસ્તાની એકબાજુ મોટો ભૂવો પડી જતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ રાજમહેલ રોડ ના પેલેસના ગેટની પાસે જમીન ધસી જતા કૂવો પડી ગયો છે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતા રોડ પર ભૂવા પડી ગયા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? શું તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું છે? કોઇ મોટી દુર્ઘટના ઘટયા બાદ જ હું તંત્ર કામગીરી કરશે તેવા સવાલો નાગરિકો ના મોઢે ઉઠી રહ્યા છે.
જ્યારે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરમાં પહેલા તો ભૂવા પડવા જોઈએ નહીં અને હેરિટેજ જે રાજ મહેલ પેલેસ ની આગળ જે ભૂવો પડ્યો છે કે કોન્ટ્રાક્ટર ની સામે પગલાં ભરવા જોઇએ તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને રોડ શાખા માંથી જો રોડનું ખોદકામ કરવામાં આવી હોય તો કોને આ રોડ ખોદયો, કોના કહેવાથી, સેના માટે ખોદયો તેનું પુરાણ કેમ કરવામાં આવ્યું નહિ ,એવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જોઇએ. અને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરી છે.