વડોદરા: હરિયાણાના (Haryana) રોહતકથી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ભરીને ટ્રક અમદાવાદ (Ahmedabad) તરફ જતો હતો દરમિયાન ગોધરાથી વડોદરા (Vadodara) રોડ પર આમલીયારા પાસે જિલ્લા પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી 17.76 લાખના વિદેશી દારૂ, બે મોબાઇલ અને ટ્રક મળી 27.83 લાખનો મુદ્દામાલ કબજે કરી જરોદ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો છે.
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમના પીઆઇ કૃણાલ પટેલ દ્વારા આગામી તહેવારોને ધ્યાન રાખીને સઘન પેટ્રોલિંગ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. જેના આધારે એલસીબીની ટીમ મંગળવારે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના જવાનોને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટ્રક ગોધરાથી વડોદરા થઇ અમદાવાદ તરફ જવાનો છે. જેના આધારે એલીસીબીના જવાનોએ આમલીયારા ગામે જીઇબી સબ સ્ટેશન સામે ગોધરાથી વડદોરા આવતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે ચાલકને સાઇડ પર લેવા માટે જણાવ્યું હતું.
જેથી ટ્રક ઉભી રખાવી તેમાં તપાસ કરતા રાકેશ જોરાસિંગ જાટ (રહે બુઠા ખેરા લાઠર તા. જુલાના જિ. જિંદ હરિયાણા) નામનો ચાલક મળી આવ્યો હતો. તેની પૂછતા પ્લાસ્કિટ વેસ્ટ ભર્યો હોવાનું કહ્યુ હતું. જેથી પોલીસે તપાસ કરતા સાઇટના પાછલના વ્હીલ પાસે ચોર ખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો. તેમાં તપાસ કરતા 17.76 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઇલ ્અને ટ્રક મળી 27.83 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરીને લાવ્યો અ્ને કોને આપવાનો હતો. રોહતકથી દારૂભરીને અમદાવાદ ખાતે પહોચાડવાનો હતો. જેથી પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે ટ્રકમાંથી 9..21 લાખના વિદેશ દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
વડોદરા: વિદેશી દારૂનો જથ્થો ભરીને હાલોલથી વડોદરા તરફ આવતી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડી હતી. એસ એમ સીની ટીમે વિદેશ દારૂ, બે મોબાઈલ ,રોકડા રૂપિયા અને ટ્રક મળી 24.34 લાખનો મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ મોકલનાર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા જિલ્લામાં અવાર નવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સપાટો બોલાવાતો હોય છે.તાજેતરમાં જ સેવાસીમાં બૂટલેગરના અડ્ડા પર એસએમસીની ટીમ દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સોમવારે એસ એમ સીની ટીમને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી ટ્રક હાલોલથી વડોદરા તરફ આવી રહી છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી ગોલ્ડન ચોકડી નજીક આવેલા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ભગવાનદાસ ભગવાનદાસ દાન્સિંગ કુશવાહ અને મહારાજ સિંહ વૃંદાવન કુશવાહ (બંને રહે. રાજસ્થાન) મળી આવતા તેમની ધરપકડ કરી હતી જ્યારે દારૂ મોકલનાર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. જેથી બંનેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ચોર ખાનું બનાવીને સંતાડી રાખેલો 9.21 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી વિદેશી દારૂ, ટ્રક રોકડા રૂપિયા બે મોબાઈલ મળી 24.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.