Vadodara

એમડી ડ્રગ્સ-કેમિકલનો સંગ્રહ કરનાર દુકાન સંચાલકના જામીન કોર્ટે ફગાવ્યાં

વડોદરા: વડોદરાના (Vadodara) સિંધરોટની કોતરમાંથી ડ્રગ્સ (Drugs) બનાવવાની ફેક્ટરી એટીએસની (ATS) ટીમે ઝડપી પાડી હતી. જેમાં મેફેડ્રોન તથા એમડી બનાવવા માટે તૈયાર કરેલું લિક્વીડ સહીત રૂ.477 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની તપાસમાં પોલીસે (Police) આનંદ એપાર્ટમેન્ટમાંથી પણ મેફેડ્રોન તથા તેને બનાવવાનું કેમિકલ કબજે કરી દુકાન સંચાલક રાજુ રાજપુતની ધરપકડ કરી હતી. દરમ્યાન હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હોય રાજુ રાજપુત દ્વારા મુકાયેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

  • એટીએસની ટીમે વડોદરામાંથી 477 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
  • આનંદ એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ અને કેમિકલ કબજે કરી દુકાન સંચાલક રાજુ રાજપુતની ધરપકડ કરી હતી

ગત વર્ષે નવેમ્બર મહિનામાં સિંધરોટ ગામે મહીસાગરની કોતરમાં આવેલા ખેતરમાં પતરાના સેડવાળી ફેક્ટરીની માલિકી સહ આરોપી સૌમીલ સુરેશચંદ્ર પાઠકની છે. જ્યાંથી 63.613 કિ.ગ્રા મેફેડ્રોન તથા 80.260 કિ.ગ્રા મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું લિક્વિડ સહિત રૂ. 4,77 કરોડોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ પૈકીનો જથ્થો સહ આરોપીઓએ જુદી જુદી જગ્યાએ સંતાડી રાખ્યો હતો. જેમાં અરજદારના માલિકીની આનંદ એપાર્ટમેન્ટ ખાતેની દુકાનમાંથી 1070 ગ્રામ મેફેડ્રોન તથા મેફેડ્રોન બનાવવાનું કેમિકલ કબજે કર્યું હતું. એટીએસ દ્વારા એનડીપીએસના ગુનાની ચાર્જશીટ થયા બાદ પ્રથમ વખત અરજદાર આરોપી રાજુ કૃપાગીરી રાજપુત (રહે.પાયલ કોમ્પ્લેક્સ, સયાજીગંજ ) એ સેશન્સ કોર્ટમાં પોતાના રેગ્યુલર જામીન માંગતી અરજી ગુજારી હતી.

જેની સુનાવણી હાથ ધરાતા અરજદાર અને સરકાર તરફના ધારાશાસ્ત્રી ડીજીપી અનિલ દેસાઈએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી કર્યા બાદ છઠ્ઠા એડિશનલ સેશન્સ જજે નોંધ્યું હતું કે, તપાસ અધિકારીના સોગંદનામાં જણાવ્યું છે કે, અરજદારના ભોગવટાની દુકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા કેમિકલ કબજે કર્યું છે. ઝડપાયેલા માદક પદાર્થ વાણિજ્યક જથ્થામાં છે. તેથી એનડીપીએસની કલમ 37 (1)/2 ધ્યાને લેતા જામીન પર મુક્ત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલના તબક્કે અરજદાર ગુનાના કામે નિર્દોષ છે તેવા તારણ ઉપર આવી શકાય તેમ નથી. જેની તેના દ્વારા મુકાયેલી આગોતરા રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

Most Popular

To Top