વડોદરા: આજે રવિવારનો વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ડભોઈ, સાવલી અને પાદરા નગર પાલિકાની ચૂંટણીનું તમદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. કોઈ અનિચ્છનિય બનાવ નોંધાયો નથી. વડોદરા િજલ્લા પંચાયતની 34 બેઠકો ઉપર સુધી 6,61,107 મતદારોએ તેમના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો.
જેની ટકાવારી 68.73 રહેવા પામી છે. જ્યારે દાહોદ જિલ્લામાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું. વડોદરા તાલુકા પંચાયતની 168 બેઠક માટે કુલ 62.81 ટકા મતદાન થયું હતું. જ્યારે ત્રણ નગર પાલિકા પૈકી પાદરામાં સાંજે 6 વાગ્યા સુધી 30757 મતદારો પૈકી 23,224 મતદાન નોંધાયું છે. જેની ટકાવારી 57.32 ટકા રહેવા પામ્યું હતું. વોર્ડ નં.1માં ઈવીએમ બગડી જતાં બદલવુ પડ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ચૂંટણી પંચની ખાસ સૂચનાઓને અનુસરીને આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગર પાલિકાઓ ના પ્રત્યેક મતદાન મથકે બાયો મેડિકલ વેસ્ટ ના એકત્રીકરણ અને સલામત નિકાલની વ્યવસ્થા જિલ્લા આરોગ્ય તંત્રે ખૂબ જહેમત ઉઠાવી ને કરી હતી.
આ વખતે કોવિડ સંક્રમણ ની શક્યતા ટાળવા પ્રત્યેક મતદાર જમણા હાથે મોજું પહેરી મતદાન યંત્રની ચાંપ દબાવે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે પ્રત્યેક મતદાન મથક ખાતે મતદારો વપરાયેલું હાથ મોજું નાંખી શકે તે માટે એક બકેટ અને તેના પર આવરણ માટે જરૂરી સંખ્યામાં કોથળીઓ આપવામાં આવી હતી.
આ બકેટમાં મતદારો ના હાથ મોજાં ઉપરાંત વપરાયેલા માસ્ક,ફેસ શિલ્ડ, કોવિડ પોઝિટિવ વ્યક્તિએ અને સ્ટાફે ઉપયોગમાં લીધેલી કીટ નાંખે અને આ કચરા થી સંક્રમણ ની શક્યતા અટકે એવા આશય સાથે આ સુવિધા આપવામાં આવી હતી.
હેલ્થ સ્ટાફ દ્વારા સમયાંતરે બકેટ ભરાઈ જતાં આ કચરાની કોથળી બાંધીને મુકવામાં આવતી અને તેને વાહનમાં નજીકના દવાખાને લઈ જવાતી.મતદાન ચાલ્યું ત્યાં સુધી આ કામગીરી સતત કરવામાં આવી હતી.
હવે આ કચરો નિયત એજન્સી દ્વારા સરકારી દવાખાનાઓ ખાતે થી ઉપાડવામાં આવી રહ્યો છે. કોવિડ સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે આ ભગીરથ કામગીરી હેલ્થ સ્ટાફે સતત કરી હતી.પરિણામે મતદાન મથકે ઉત્પન્ન થયેલો હાથ મોજાં,માસ્ક ઇત્યાદિ કચરો સલામત રીતે ભેગો કરીને સુરક્ષિત નિકાલ શક્ય બન્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારીએ ચેપ ની શક્યતા નિવારવા માટેની આ ભગીરથ કામગીરી તકેદારી સાથે સતત કરીને મતદાન ને નિર્ભય બનાવવા માટે હેલ્થ સ્ટાફ ને બિરદાવ્યો છે.
એક મતનું મહત્વ કેટલું છે તે ઉષાબેન શાહે સમજાવ્યું
એક મતનું મહત્વ કેટલું છે તે ઉષાબેન સૂર્યકાંત શાહે સૌને સમજાવ્યું હતું. અંકોડિયા મતદાન મથક ઉપર મતદાન કરવા આવેલા ઉષાબેને આપવિતી વર્ણવતા કહ્યું હતું કે અમેરિકામાં પૌત્ર મિહીર શાહ એક માર્ક માટે મેડીકલમાં એડમિશન ચૂકી ગયો હતો. ત્યારે સમગ્ર પરિવારને આંચકો લાગ્યો હતો અને બધાના જીવ અધ્ધર થઇ ગયા હતા તેવી જ રીતે અક મતનું પણ મહત્વ છે. એક મત માટે ઉમેદવાર જીતી પણ શકે અને હારી પણ શકે છે. એટલે સૌ મતદારોએ મતદાન કરવું જ જોઇએ. ઉષાબેનને શબ્દો સાંભળી અન્ય મતદારો પણ વિચાર કરતા થઇ ગયા હતા.