વડોદરા: ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો (Congress) સફાયો થઇ ગયો છે. સાત પૈકી પાંચ સભ્યોએ અચાનક રાજીનામુ (Resign) ધરી દઈ ભાજપાનો (BJP) ખેસ ધારણ કરી લીધો છે. આજે જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ તેઓને ભાજપાનો ખેસ પહેરાવી ભાજપામાં વિધિવત આવકાર આપ્યો હતો.
વડોદરા (Vadodara) જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ અચાનક રાજીનામા ધરી દેતા ડેસર તાલુકામાંથી કોંગ્રેસના શાસનનો સફાયો થયો છે કોંગ્રેસના સાત સભ્યો પૈકી પાંચ સભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ધારણ કરતા ડેસર તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ કોંગ્રેસના સાત સભ્યો પૈકીના પાંચ સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. આ તમામ સભ્યો મણીભાઈ જાદવ, મિતેશ પટેલ, મણીબેન પરમાર, કૈલાસ રાઠોડ અને આરતી પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પક્ષમાં કાર્યકરો સાથે જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા ડેસર તાલુકા પંચાયતના આ પાંચેય સભ્યો સહિત કાર્યકરોને કેસરિયો ખેસ ધારણ કરાવીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશ નિશાળીયાએ તમામને ભાજપમાં પ્રવેશ આપી આવકાર્યા હતા.
જિલ્લા પંચાયત દ્વારા પોષણ માસ અને શ્રી અન્ન વર્ષ અંતર્ગત મિલેટ્સ મેળાનો પ્રારંભ
વડોદરા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે.ત્યારે,ભારતમાં પણ આ વર્ષ મિલેટસનું વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોષણ માસના પણ ઉપલક્ષ્યમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં ૭૫ મિલેટ મેલા યોજી શ્રીઅન્નના આહારમાં નિયમિત ઉપયોગ માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વડોદરાની ઊર્મિ શાળા ખાતે મિલેટસની વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી મિલેટ્સની અવનવી વાનગીઓ બનાવીને લાવ્યા હતા.સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ ને મીલેટસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવતા વડોદરા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીના માર્ગદર્શનમાં 75 જેટલી શાળાઓમાં મીલેટસ મેલાનું આયોજન કરાયુ છે.જેનો પ્રારંભ વડોદરની ઊર્મિ શાળાથી કરવામાં આવ્યો હતો.ડો.સુધીર જોશીએ વિદ્યાર્થીઓને મિલેટસનું મહત્વ સમજાવ્યું હતું.૯થી ૧૧ના વિદ્યાર્થીઓ ઘરેથી બરછટ અનાજની વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હતા.મિલેટસમાં બાજરી, જુવાર, કાંગ,નાગલી (રાગી),સામો મોરૈયો, કોડો સહિત રાજગરા જેવા બરછટ ધાન્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.શાળાના વિદ્યાર્થીઓએ ૧૦૦થી વધુ મીલેટસની વાનગીઓ બનાવીને લાવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓએ બનાવેલ વાનગીઓ ચાખીને બંને ગ્રુપનીની સ્વાદિષ્ટ ત્રણ વાનગીઓ પસંદ કરી હતી.જિલ્લા આયુર્વેદ અધિકારીઅને આચાર્યે નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલ વિદ્યાર્થીઓના નામ જાહેર કર્યા હતા. જાડાં અને બરછટ ધાન્ય ઘઉં કરતા અનેક ઘણાં સ્વાસ્થ્યપ્રદ છે.અનેક પોષક તત્વોથી ભરપુર છે. તો આવો આપણે સૌ ફરીથી બરછટ અનાજનો ઉપયોગ થી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ આ સંદેશો આપવામાં આવ્યો હતો.