Vadodara

કેમ વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ પદ પરથી રાજીનામુ આપ્યું?

 વડોદરા: શહેર (Vadodara) કોંગ્રેસના (Congress) આંતરિક વિવાદો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. કેટલાક પક્ષથી નારાજ થઇ ભાજપામાં (BJP) જોડાઈ રહ્યા છે તો કેટલાક પોતાના પક્ષના આગેવનો સામે જ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આજરોજ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ પ્રમુખ પદેથી રાજીનામુ (Resign) ધરી દીધું હતું અને ભરતસિંહ સોલંકી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ માટે 16 સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડેમેજ કંટ્રોલ કરવામાં સદંતર નિષ્ફળ એવી કોંગ્રેસ કાર્યકરોને પણ બચાવી શકી નહતી. શહેરમાં હવે એક રેલી સફળતા પૂર્વક કરી શકાય તેટલા પણ કાર્યકરો રહ્યા નથી ત્યારે કાર્યકરોની નારાજગી સામે કોઈ સાંભળવા પણ રાજી નથી. લોકસભાના સામી ચૂંટણીઓએ કાર્યકરો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસના વધુ એક કાર્યકરે પદ પરથી રાજીનામુ આપ્યું છે.

યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા દ્વારા આજે ભરતસિંહ સોલંકી સામે ગંભીર આક્ષેપો કરી રાજીનામુ ધરી દેવામાં આવ્યું હતું. તેઓએ આક્ષેપ કાર્ય છે કે તાજેતરમાં ભરતસિંહ સોલંકી વડોદરા ખાતે આવ્યા હતા અને તેઓએ અન્ય કોઈ કાર્યકરને મળવા કરતા જેઓ કોંગ્રેસને ગાળો ભાંડી ભાજપમાં ગયા છે તેઓને મળ્યા હતા અને તેઓ સાથે ફોટા પડાવ્યા હતા.ત્યારે જે લોકોને પક્ષે બધું જ આપ્યું છે છતાં તેઓ પાશ સાથે ગદ્દારી કરી રહ્યા છે તેઓને ભરતસિંહ સોલંકી ગળે લગાવી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. કુલદીપસિંહના રાજીનામાના પગલે હડકંપ મચી જવા પામ્યો છે.

મારો વ્યક્તિગત મામલો છે રાજકીય નથી
હું મારા વિદેશથી આવેલ મિત્રને મળવા ગયો હતો અને કદાચ ત્યાં મળવાનું થયું હશે. તે મારો વ્યક્તિગત મામલો છે. ઉપરાંત મારે કોઈ કાર્યકરને ઘર વાપસી કરાવવી હોય તો તેના માટે મળવું પણ પડે. તેમાં કોઈને કઈ વાંધો ન હોઈ શકે કુલદિપસિંહે રાજીનામુ આપ્યું તે અંગે મોવડી મંડળ પ્રકાશ પડી શકશે. – ભરતસિંહ સોલંકી, આગેવાન, કોંગ્રેસ

Most Popular

To Top