Vadodara

તાંદલજાના આશિયાના બંગલોના મકાન નંબર 1માં તસ્કરોનો હાથફેરો, આશરે 9 લાખની ચોરી કરી

વડોદરા: (Vadodara) તાંદલજાની સનફાર્મા કંપનીની બાજુમાં આવેલ આ બંગ્લોના (Bunglow) એક મકાનમાંથી રાત્રીના સમયે તસ્કરોએ (Robbers) પ્રવેશ કરી મકાનના પહેલા માળે તિજોરીના લોકરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂ.8.91 લાખની માલમત્તાની ચોરી (Robbery) કરી પલાયન બનતા ફરિયાદને આધારે જેપી રોડ પોલીસે (Police) આગળની તપાસ હાથધરી છે.

  • સોના ચાંદીના દાગીના રોકડ સહિત 8.91 લાખની ચોરી કરી કરી તસ્કરો પલાયન

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સન ફાર્મા કંપનીની બાજુમાં આશિયાના બંગલોના મકાન નંબર 1 માં 42 વર્ષીય નસીબાનુ ઈલ્યાસ ટુણીયા રહે છે.રાત્રિના સમયે તેમના બંધ મકાનને અજાણ્યાચોરી સામે નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક કોઈ સાધન વડે તોડી તેમાં પ્રવેશ કરી મકાનના પહેલા માળે સીડી પાસે આવેલ બેડરૂમમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ લાકડાની તિજોરીનો દરવાજો ખોલી તેમાંના લોકરને તોડી નાખી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા કુલ મળી 8,91,500 ના માલમત્તાની ચોરી કરી પલાયન બન્યા હતા.વહેલી સવારે તેઓને પોતાના મકાનમાં સામાન વેરવિખેર જણાઈ આવતા અને તિજોરીમાં લોકરમાં મુકેલ દાગીના અને રોકડ નહીં જણાઈ આવતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ આ બનાવ અંગેની જાણ જે પી પોલીસ મથકે કરતા પોલીસે સ્થળ પર દોડી આવી તેમની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેઘદૂત સોસાયટીમાં મકાન નંબર 68 માંથી સેન્ટિંગની 15 પ્લેટોની ચોરી થઈ હતી.જે બનાવ અંગેની ફરિયાદ સેન્ટીંગ કામ કરતા અને સોમા તળાવ સોસાયટી વિભાગ 3 ડભોઈ રોડ ઉપર રહેતા ખોપર ભાઈ ઉર્ફે ફતેસિંગભાઈ રાઠવાએ આ અંગે કારેલીબાગ પોલીસ મથકે નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથધરી છે.

Most Popular

To Top