વડોદરા: સેવાના ઓથા હેઠળ વૃદ્ધની મિલકત પચાવી પાડનાર વડોદરા (Vadodara) ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) છાયા ખરાદી (Chhaya Kharadi) વિરુદ્ધ બીજો એક સનસનીખેજ આક્ષેપ થયો છે. અહીં એક લારીવાળાએ મહિલા કોર્પોરેટર વિરુદ્ધ આક્ષેપ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કર્યો છે, જે વાયુવેગે વાયરલ થઈ રહ્યો હોય વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા શહેરના ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી ફરી વિવાદમાં આવ્યા છે. લારીધારકે છાયા ખરાદી પર લારી ઉભી રાખવાના બાબતે 1 હજાર માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં લારીધારકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લારીધારકે વોર્ડ. 3ના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી પર ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો છે.
કારેલીબાગ અમિત નગર નજીક લારી ચલાવતા યુવકને રોડ પર લારી ઊભી રાખવા માટે છાયા ખરાદીએ એક હજાર રૂપિયા માગ્યા હોવાના આરોપ મૂક્યો છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુમાં લારીધારકે જણાવ્યું કે ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા ઉપરાંત તેઓએ મારી પાસે 1 હજાર રૂપિયા માંગ્યા હતા, પરંતુ મેં આપ્યા નહોતા. રૂપિયા ન આપતા તેમણે લારી ઉઠાવડાવી દેવાની ધમકી આપી હતી.
લારી ચલાવતા એક યુવકે ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી પર લારી ઊભી રાખવા માટે એક હજાર માગ્યા હોવાના આરોપ મુક્યો છે. તેણે કહ્યું કે 2 મહિના પહેલા વોર્ડ.3ના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી મારી લારી પર આવ્યા હતા અને તેઓએ મને ધમકાવીને કહ્યું હતું કે તે અહીંયા કોને પૂછીને લારી ઉભી રાખી છે. મને ધમકાવ્યા બાદ તેમણે મને એક કાર્ડ આપીને ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ હું કાર્ડ લઈને તેમના ઘરે પહોંચતા મારો ફોન બહાર મુકાવી દીધો હતો. અંદર જતા છાયાબેન ખરાદીએ મને કહ્યું હતું કે લારી મુકવી હોય તો 1 હજાર આપવા પડશે.
ઉલ્લેખનીય છે કે વીડિયો વાયરલ થતા છાયા ખરાદીએ આ વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આજુબાજુની સોસાયટીના લોકોએ મને રજૂઆત કરતા હું ત્યાં ગઈ હતી અને મેં કોઈ રૂપિયાની માંગણી કરી નથી. આ અગાઉ મેં નાસ્તો લીધો હતો તેના રૂપિયા પણ મેં ચૂકવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેમની પર મિલકત પચાવી પાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
છાયા ખરાદી પર અગાઉ બોગસ વિલ બનાવી વૃદ્ધની મિલકત પચાવી પાડી હોવાનો આક્ષેપ
વડોદરામાં (vadodara) ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) પર મિલકત પડાવી લેવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધે મહિલા કોર્પોરેટર અને તેની પુત્રી પર મિલકત પડાવી લેવા અને ઘરમાંથી સોનાના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ મુક્યો છે. વૃદ્ધનો આરોપ છે કે મને અંધારામાં રાખી વિલનામું (Will) બાનાવી લીધું હતું. બીમાર વૃદ્ધની સેવાના બદલમાં કોર્પોરેટરને મિલકત આપી હોવાનો દાવો કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી પર વૃદ્ધને હોસ્પિટલનું કહી વસિયતનામામાં વારસદાર તરીકે પોતાની પુત્રીનું નામ ઉમર્યાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમિયાન વૃદ્ધની સેવા માટે કોર્પોરેટર છાયા ખરાદી (Chhaya Kharadi) અને તેની પુત્રી નીતિ ખરાદી (Niti Kharadi) ઘરે આવતાં હતાં. વૃ્દ્ધે આરોપ લગાવ્યો છે કે મને હોસ્પિટલ લઈ જવાના બહાને કુબેરભવન લઈ જઈ મારી સહી કરાવીને વિલ બનાવી લીધું હતું. ત્યારે વૃદ્ધ ગોપાલ શાહે સમગ્ર બાબતે શહેર ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.