વડોદરા: ગોધરા વડોદરા (Vadodara Road) રોડ પર આવેલા જરોદ રેફરેલ ચોકડી (Jarod Referal Chowk) પાસેથી ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે ટેમ્પાોમાંથી 25.16 લાખનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઇલ મળી 35.16 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સુપ્રત કરાયો છે.
31 ડિસેમ્બરને લઇને દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરોએ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. બુધવારે રાત્રીના સમયે ગ્રામ્ય એલસીબીની પોલીસની ટીમ જરોદ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઇ આર બી વનારને બાતમી બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પામાં વિદેોશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ જવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે જરોદ રેફરલ ચોકડી પાસે ગોધરાથી વડોદરાના રૂટ પર વોચ ગોઠવી હતી. દ
રમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને ઉભો રખાવ્યો હતો. ત્યારે ટેમ્પામાં ચાલક બેઠલો જેની નામ પ્રકાશમલ કિશનલાલા પુનિયા (રહે. મિરપુર તા. રાણીવાડા જિ.સાંસોચર રાજસ્થાન)ને હોય તેને નીચે ઉતારી પાછળ ચેક કરતા વિદેશી દારૂનો ભરેલો હોવાનુ માલૂમ પડ્યું હતું. જેથી એલસીબી પોલીસે ટેમ્પામાંથી 25.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો 10 લાખ અને મોબાઇલ મળી 35.21 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી.
ચાલકને દારૂનો જથ્થો ક્યાં લાવ્યો હતો અને કોને આપવા માટે જતો હોવાની પુછપરછ કરતા દારૂ જયંતિ માળી (રહે. સાંજોર સુરજીતસિંહ રહે પંજાબ) સંપર્ક કરાવી આપ્યો હતો જ્યારે દારૂનો ભરેલો ટેમ્પો સુરજીતસિંહે ચંદીગઢ જીઆઇડીસીથી આપ્યો હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી નજીક નાયરાના પેટ્રોલ પંપ પાસે પહોંચી ઉભા રહેવાનનું જણાવ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપી સહિતનો મુદ્દામાલ જરોદ પોલીસને સુપ્રત કરાયો છે.
રાયપુર ચોકડી ભાયલી તરફ આવતા ટેમ્પામાંથી 7 લાખના દારૂ સાથે 10.20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, પાયલોટિંગ કરનાર બાઇક ચાલક ઝડપાયો, ત્રણ વોન્ટેડેતાલુકા પોલીસને પેટ્રોલિંગ ફરતો સ્ટાફ રાયપુરા ચોકડી પર આવતા બાતમી મળી હતી કે સમિયાલા ગામથી વેસ્ટર્ન રોડ થઇ રાયપુરા ચોકડીથી ભાયલી તરફ જવાનો છે અને એક બાઇક ટેમ્પાનું પાયલોટિંગ કરી રહી છે. જેના આધારે તાલુકા પોલીસે ભાયલી રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન પાયલોટિંગ કરતી બાઇક આવતા તેને ઉભી રખાવતા ચાલક સુરેન્દ્ર ગમપતરામ બિશ્નોઇ પકડાઇ ગયો હતો જ્યારે પાછળ બેઠેલો સહિત ટેમ્પોના ચાલક પર અંધારામાં ભાગી ગયો હતો. ટેમ્પામાં તપાસ કરતા 7 લાખનો વિદેશી દારૂ, મોબાઇલ ટેમ્પો અને બાઇક મળી ત્રણ લાખ મળી 10.20 લાખનો મુદ્દામાલ કબજ કરે અન્ય ત્રણ જણાનો વોન્ટેડે જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.