વડોદરા: વડોદરાના (Vadodara) અટલાદરા-પાદરા (Atladara-Padra) રોડ નજીક વહેલી સવારે ગમ્ખવાર અકસ્માત (Accident) સર્જાયો હતો,.રિત્રા અને કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે. રિક્ષામાં સવાર એક પરિવારના 5 સભ્યને મોત ભરખી ગયું હતું. રિક્ષામાં સવાર 3 બાળક અને પતિ-પત્નીનાં મોત થયા છે. જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
શુક્રવારે વડોદરા અટલાદરા-પાદરા રોડ, નારાયણ વાડી નજીક વહેલી સવારે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના પાંચ સભ્યોને કાળ ભરખી ગયો હતો. 3 બાળક અને પતિ પત્નીનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ આ અકસ્માત અંગે પોલીસને પણ જાણ કરી હતી.
એક જ પરિવારના પાંચ સભ્યોને કાર ભરખી ગયો
ભયંકર અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે સારાવાર દરમિયાના 2 લોકોના મોત નિપજ્યાં હતા. આ તમામના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.
રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રિક્ષામાં સવાર પરિવાર વડોદરાના પાદરાના લોલા તાલુકાના છે. પરિવાર રિક્ષામાં સવારે લગ્નપ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરીૂ રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતા.
મૃતકોનાં નામ
અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ)
કાજલ અરવિંદ નાયક (25 વર્ષ)
શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ)
ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)
આ અગાઉ બુધવારે રાજ્યમાં ચાર અલગ અલગ જગ્યાએ અકસ્માકતના બનાવો બન્યા હતા. જેમાં સુરતમાં 1, વલસાડમાં 1, મહિસાગરમાં 8 અને અરવલ્લીમાં 3 લોકોના મોત નિપજ્યાં હતા. મહીસાગરના લુણાવાડ તાલુકાના કોઠા ગામ નજીક જાનને અકસ્માત નડ્યો હતો. લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી મારી જતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પલટી મારી ગયા બાદ સીધો ખોડીમાં જઈ પડ્યો હતો. જેમાં 8 જાનૈયાના મૃત્યુ થયા હતા. જ્યારે બીજી તરફ સુરતના કવાસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં બ્રિજ પર બંધ પડેલી ટ્રકનાં કંડક્ટરનું અન્ય ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું. કંડક્ટર બંધ પડેલી ટ્રકની પાછળ ઉભો હતો ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. કંડક્ટર રિફલેક્ટર બાંધતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારતા તેનું મોત થયું હતું.