હાલોલ / હાલોલ શહેરની સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. જેમાં વહેલી સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા સોળે શણગાર સજીને શહેરમાં આવેલ શિવાલયો તેમજ વડલા ના ઝાડે જઈને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધીસર વ્રતની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવેલ હતી. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રત નો અનેરો મહિમા છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. વ્રત નો પ્રારંભ જેઠ સુદ અગિયારસ થી થાય છે, ને જેઠ સુદ પૂનમે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે.
તેથી ગુરૂવારે જેઠ સુદ પૂનમ નિમિત્તે હાલોલ શહેરની સૌભાગ્યવતી બહેનોએ શહેરમાં આવેલ વિવિધ શિવાલયો ને વડલાના વૃક્ષો એ જઈ ને પૂજા કરી વટ સાવિત્રી ના વ્રતની ઉજવણી કરવામાં આવેલ હતી. આ વ્રતમાં વડના વૃક્ષનું ઘણું મહત્વ હોય છે, માનવામાં આવે છે કે વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મા વસે છે, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવ રહે છે. જેથી જેઠ સુદ પૂનમે સવારથી શહેરની સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને વડના ઝાડની પરિક્રમા કરી, ને ૧૦૮ વખત કાચું સૂતર વિંટીને બાદમાં ત્યાં બેસી સાવિત્રી કથા સાંભળી પોતાની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાની ને પતિની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરીને વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવેલ હતી.
ગોધરામાં વડની પૂજા અર્ચના કરી વડ સાવિત્રી વ્રત મનાવાયું
ગોધરા / ગોધરા સહિત જીલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ વડ વૃક્ષ ની પૂજા અર્ચના કરી વટ સાવિત્રી વ્રત મનાવ્યું હતું .મહિલાઓએ પૂજા કરી પોતાના પતિ ના સ્વાસ્થ્ય ,આયુ અને સૌભાગ્ય સુખ અક્ષય રહે તેવી કામના કરી હતી સાવિત્રી એ વટ વૃક્ષ ની પૂજા કરી પોતાના મૃત પતિ ને યમરાજ નાં આશીર્વાદ થી પાછો મેળવ્યો હતો જેને કારણે આજ ના દિવસે મહિલાઓ પોતાના અટલ અને અખંડ સૌભાગ્ય માટે વટ વ્રુક્ષ ની પૂજા કરી વ્રત કરે છે આજ ના દિવસે મહિલાઓ સત્યવાન સાવિત્રી ની કથા પણ સાંભળે છે.