યુકે (uk)માં કોરોના (corona) સામે રક્ષણ માટે રસી (vaccine) વાયરસના બી 1.617.2 વેરિયન્ટ (Indian variant) સામે ‘ઓછી અસરકારક’ (less effective) છે. યુકેના એક અગ્રણી વૈજ્ઞાનિક (scientist) કે જે યુકે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (immunization program)નો ભાગ છે, શનિવારે આ દાવો કર્યો હતો. કોરોનાનું બી 1.617.2 વેરિયન્ટ પ્રથમ વખત ભારત (India)માં મળી આવ્યું હતું અને કેટલાક લોકો તેને ભારતીય વેરિયન્ટ પણ કહી રહ્યા છે.
સમાચાર એજન્સી અનુસાર, યુકેમાં એક અઠવાડિયામાં કોરોનાના બી 1.617.2 વેરિયન્ટના કેસોની સંખ્યા બમણી (double cases of Indian variant) થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જેમાં વાયરસનું આ પ્રકાર ઝડપથી ફેલાવાનું શરૂ થયું છે, તેની તપાસ અને રસીકરણ (vaccination) ઝડપી કરવામાં આવી રહ્યું છે. બી 1.617.2 વેરિયન્ટ પ્રથમ વખત ભારતના મહારાષ્ટ્ર (Maharashtra)માં જોવા મળ્યો હતો. ત્યારે હવે આ વેરિયન્ટ યુકે માટે પણ પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે, કારણ કે નિષ્ણાંતોનુ કહેવું છે કે આ વેરિયન્ટ સામે વેક્સીન એટલી અસરકારક દેખાઈ રહી નથી.
ડેટાની રાહ જોઇ રહી છે બ્રિટિશ સરકાર
બ્રિટનમાં ફેલાયેલી કોરોનાના પ્રકાર વિશે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થોની હાર્ડેને કહ્યું હતું કે આ દેશને અનલોક કરવાની યોજનામાં અવરોધ ઉભો કરી શકે છે કારણ કે આ વેરિયન્ટ કેટલી ઝડપથી ફેલાશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આ વેરિયન્ટ સામે આ રસી ઓછી અસરકારક નીવડી રહી છે.
અગાઉ, યુકેના પીએમ બોરીસ જ્હોનને કહ્યું હતું કે સરકાર એવા આંકડાની રાહ જોઈ રહી છે કે જે જણાવે કે નવું વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતાં વધુ ફેલાવાઈ રહ્યું છે કે કેમ. મહત્વની વાત છે કે બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે બી 1.617.2 વેરિયન્ટ ઉત્તર પશ્ચિમ ઇંગ્લેંડ અને લંડનમાં ફેલાવા લાગ્યો છે. દરમિયાન, બ્રિટને હવે કોવિશિલ્ડના બંને ડોઝ આપવા વચ્ચેનો સમય ઘટાડ્યો છે. હવે બંને ડોઝ વચ્ચેનું અંતર 8 અઠવાડિયા માટે કરવામાં આવ્યું છે. જો કે, આ નિયમ ફક્ત 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ, બંને ડોઝ વચ્ચેનો સમય તેમના માટે 12 અઠવાડિયા હતો.
વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને કહ્યું છે કે આ નવો વેરિએન્ટ આપણી પ્રગતિ માટે અવરોધો પેદા કરી શકે છે. લોકોને સલામત રાખવા આપણે જે કરવાનું છે તે કરીશું.