SURAT

વેક્સિન લીધા બાદ માથું દુખે કે તાવ આવે તો.. જાણો શું કહે છે પાલિકાનાં મુખ્ય આરોગ્ય અધિકારી

સુરત: સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા 16મી તારીખથી શહેરમાં 14 સેન્ટરો પર વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂકયો છે. તેમજ મોટા ભાગના વેક્સિન લેનારા લોકોને ખાસ કોઇ આડ અસર જોવા મળી નથી. આમ છતાં સાવચેતીના ભાગ રૂપે મનપા દ્વારા વેક્સિન (Vaccine) લેનારા લોકોની ખબર અંતર પુછવાની સીસ્સ્ટમ શરૂ કરી છે. પ્રથમ દિવસે 1267 જેટલા હેલ્થ વર્કરોને વેક્સિન મુકવામાં આવી હતી. સ્થળ પર તો કોઇને કોઇ જાતની આડ અસર જોવા મળી નહોતી પરંતુ બીજા દિવસે કોઇ અસર છે કે નહી તે જાણવાં આ તમામને મનપા દ્વારા ફોન કરીને પુછપરછ કરવામાં આવી હતી. મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગરે (Pradeep Umrigar) જણાવ્યું હતું કે વેક્સિન મુકયા પછી તાવ આવે માથુ દુ:ખે કે સામાન્ય મુંઝવણ થાય તો તે વેક્સિનની આડ અસર નથી પરંતુ શરીરમાં થતું સ્વાભાવિક વર્તન છે, તેથી તેને આડ અસર ના માનવી જોઇએ.

બીજા તબક્કામાં સુરતમાં 14 સેન્ટર પર 1297ને કોરોનાની રસી અપાઈ

સુરત: શહેરમાં શનિવારથી તા. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી અને હવે અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. અઠવાડિયામાં માત્ર મંગળવાર, ગુરૂવાર તેમજ શનિવારે વેક્સિનેશનની કામગીરી કરાશે. જે અંતર્ગત વેક્સિનેશનના પ્રથમ દિવસ બાદ શહેરમાં મંગળવારે વધુ 1297 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી.

શહેરમાં શનિવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શનિવારે 1247 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી. બે દિવસમાં કુલ 2544 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી છે. શહેરમાં હાલમાં કુલ 14 વેક્સિનેશન સેન્ટરો નક્કી કરાયા છે. જ્યાં ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ 40,000 જેટલા હેલ્થ વર્કરોને પ્રાથમિક તબક્કામાં વેક્સિન આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત શનિવાર તેમજ મંગળવારે મળીને કુલ 2544 હેલ્થ વર્કરોને વેક્સિન મુકી દેવાઈ છે. જેમાં 1104 સરકારી તેમજ 1440 ખાનગી હેલ્થ વર્કરોને વેક્સિન મુકવામાં આવી છે.

53 ડોકટરો સાથે નવી સિવિલ હોસ્પિ.માં 89એ વેક્સિન મુકાવી

ભારત દેશમાં બનેલી સ્વદેશી વેક્સિન કોવિશિલ્ડની વિશ્વસનીયતા પુરવાર કરવા માટે ડોક્ટરોએ બીડું ઉપાડ્યું હતું. ડોક્ટરોએ સૌપ્રથમ રસી મુકાવીને અન્ય લોકો પણ રસી મુકાવી તેવી અપીલ કરી હતી. ગત તા. 16મીએ રસીકરણના પહેલા જ દિવસે સુરતની નવી સિવિલમાં 100 વ્યક્તિની સામે 108 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાંથી મોટાભાગના નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, આસિસ્ટન્ટ પ્રોફેસરો તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઉપપ્રમુખ સહિતના ડોક્ટરો હતા. આ ઉપરાંત નર્સ, સફાઇ કર્મચારીઓએ પણ રસી લીધી હતી. જ્યારે મંગળવારે પણ રસીકરણ કરવામાં આવ્યું હતું અને આજે 89 લોકોએ રસી મુકાવી હતી. જેમાંથી 53 જેટલા ડોક્ટરોએ રસી લીધી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top