કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, કર્ણાટક રાજ્યના કૃષિ મંત્રી બી. સી. પાટીલને હોસ્પિટલમાં જવાને બદલે તેમના ઘરે COVID-19 રસી લેતા રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.પાટીલે મંગળવારે હોસ્પિટલમાં જવાને બદલે તેમના ઘરે રસી લીધા બાદ વિવાદ ઉભો થયો હતો.
કર્ણાટક રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકર અને અન્ય લોકોએ આ અંગે ટીકા કરી હતી. રસીકરણ અભિયાનના નવા તબક્કાના બીજા દિવસે પાટીલ (64) અને તેની પત્નીએ હાવેરી જિલ્લામાં હિરેકેરુર રેસિડેન્સીમાં રસી લીધી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, પ્રોટોકોલમાં આને મંજૂરી નથી. તે અમારા ધ્યાનમાં આવ્યું આવ્યું છે અને અમે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
પાટીલે ટિ્વટ કર્યું હતું કે, સરકારી ડોકટરો દ્વારા મે આજે મારા ઘરે મારી પત્ની સાથે કોરોના રસી લીધી.
ઘણાં સોશિયલ મીડિયા યુઝરોએ ઘરે રસી લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવતાં સુધાકરે કહ્યું કે, રસી માટેનો પ્રોટોકોલ હોસ્પિટલમાં લઈ જવાનો છે.પાટીલે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી, તે લોકો માટે મુશ્કેલી ટાળવા માગે છે. મેં કોઈ ચોરી કે લૂંટ ચલાવી છે? મેં ઘરે રસી લીધી છે જે ગુનો નથી. પાટીલે ઉમેર્યું હતું કે, જો તેઓ હોસ્પિટલમાં ગયા હોત તો ત્યાં રાહ જોતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હોત.