વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના અધિકારીઓ સહિત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કર્મચારીઓને 13 સ્થળોએથી વેક્સિન મૂકવામાં આવી હતી. સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,495 પૈકી 1,132 કર્મચારીઓને વેક્સિન મૂકવામાં આવી હતી વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ડો. રાજદીપસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનું રસીકરણ કરાયું હતું. જો કે, સૌથી ગંભીર બાબત એ છે કે, 55 ટકા જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ રસીકરણમાં ગેરહાજર રહ્યાં હતાં.
- ક્યાં કેટલાને રસી અપાઇ
- વલસાડ- 579
- કપરાડા-70
- પારડી-62
- વાપી-180
- ઉમરગામ-146
- ધરમપુર-95
પોલીસ અને મહેસૂલ વિભાગના 100થી વધુ કર્મચારીઓએ રસી લીધી
ઘેજ: ચીખલીમાં પોલીસ અને મહેસૂલ વિભાગના ૧૦૪ જેટલા કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી. ચીખલીની રેફરલ અને સ્પંદન હોસ્પિટલમાં પ્રાંત અધિકારી ડી.ડી. જોગીયા મામલતદાર પ્રિયંકાબેન પટેલ નાયબ મામલતદાર સુરેશભાઇ દેસાઇ પીઆઇ ડી.કે. પટેલ સહિતના અધિકારીઓ ઉપરાંત મહેસૂલ વિભાગના ૪૦ અને પોલીસ અને હોમગાર્ડ જવાનો ૬૪ મળી કુલ ૧૦૪ જેટલાએ કોરોના વિરોધી રસી લીધી હતી. રેફરલ ખાતે અધિક્ષક ડો. દક્ષાબેન પટેલ ટી.એચ.ઓ. ડો. એ.બી. સોનવણે તથા તાલુકાના હેલ્થ સુપરવાઇઝર વિજયભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો 1 કેસ નોંધાયો
વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. નવા નોંધાયેલા કેસમાં વાપીના પીરમોરા ડુંગરમાં 42 વર્ષ પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1350 કેસ નોંધાયા છે, જે પૈકી 1189 ને રજા આપી દેવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીના તા.વા. કેસ
વલસાડ 517, પારડી 191, વાપી 404, ઉમરગામ 119, ધરમપુર 53, કપરાડા 66