વિશ્વના બધા જ દેશોમાં કોરોનાને નાથવા અત્યારે એક જ કામ ચાલે છે અને એ છે વેકિસનનું. આટલા મોટા દેશમાં આટલી અબજ વસ્તી ધરાવતા દેશમાં થોડું વિચાર્યે. આપણા દેશની અંદર મતદાન કરવા માટેની આખી સિસ્ટમ વર્ષોથી સુંદર રીતે યોજાતી રહી છે. સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં એક નાનકડી જગ્યાએ પુરી સલામતી સાથે એક પછી એક લોકો પોતાની રીતે આવે છે આવે આધાર દેખાડીને મતદાન કરીને લગભગ અડધા કલાકમાં જ ઘરે જતા રહે છે. એજ રીતે જો વેકિસનનું તંત્ર ગોઠવાય તો એક બે કે ત્રણ દિવસમાં લગભગ આખા ભારત દેશમાં વેકિસનનો એક રાઉન્ડ પતી જાય. આ દરખાસ્તને પાયલટ પ્રોજેકટ તરીકે પણ અમલમાં મૂકવામાં આવે તો ફેર પડે. ઘણી વખત બહુ નાનકડો વિચાર ભવિષ્યમાં બહુ મોટું પરિણામ આપી શકે.
ગંગાધરા – જમિયતરાય હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.