ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. હવેના સપ્તાહમાં શાળાકીય પરીક્ષાઓ પણ પૂર્ણ થશે. શાળાઓમાં વેકેશન ભલે 9 મી મે થી પડે, પણ બાળકોને તો વેકેશન પડી જ જવાનું છે. આ બાળકોને વેકેશન માણવા દેજો. શાળા એ ઔપચારિક શિક્ષણની જગ્યા છે તો વેકેશન એ અનૌપચારિક શિક્ષણનો સમયગાળો છે. જો કે માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ અને વધારે ટકાની દોડમાં માતા પિતા બાળકોના વેકેશનને પણ વેકેશન રહેવા દેતા નથી. શાળામાં વેકેશન વધારે ઓછું થાય તો બૂમાબૂમ કરનારા લોકો રજા અને વેકેશનમાં પણ કોચિંગ કલાસ ચાલવા માંડે છે તે વિષે બોલતા નથી. વેકેશન એ જાણે શિક્ષકો, અધ્યાપકોની જરૂર છે. વિદ્યાર્થીએ તો સતત ભણવાનું જ છે! આ વ્યાપ વધતો જાય છે. પહેલાં મોટાં શહેરો પછી નગર અને હવે નાના ગામડામાં પણ પર્સનલ ટયૂશન અને કલાસીસ ચાલવા લાગ્યા છે. બાળક નવમા ધોરણમાં આવે કે દસમાનું ટેન્શન અને ટયુશન શરૂ થઇ જાય છે. પછી તો અગિયારમું એ જ બારમું. આમ કુલ ચાર વર્ષ તો માત્ર પરિણામલક્ષી બાળક બનાવી દેવાય છે.
ખેર, આપણે વાત કરવી છે વેકેશનની! શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઔપચારિક અને પાઠયક્રમ આધારિત શિક્ષણ વિરામ લે તો ઔપચારિક અને જીવનલક્ષી શિક્ષણ શરૂ થાય! જે લોકો સરકારને સતત સલાહ આપે છે કે શિક્ષણમાં ‘મૂલ્યનિષ્ઠ શિક્ષણ દાખલ કરો’, ‘શારીરિક શ્રમ’ ‘રાષ્ટ્રપ્રેમ’ દાખલ કરો તે સૌને યાદ કરાવવાનું મન થાય છે કે સરકાર માટે જે સલાહો છે તેનો જાતે તો અમલ કરો! વેકેશનમાં તમે જ તમારા બાળકને રાષ્ટ્રપ્રેમની વાતો કરો, મૂલ્યનિષ્ઠાના પાઠ ભણાવો! ખરેખર તો આપણાં બાળકોને ઘર કુટુમ્બની રોજિંદી પ્રવૃત્તિથી માંડીને અનેક માનવીય ગુણોના સિંચન માટેની પ્રવૃત્તિમાં જોડવાની જરૂર છે. ભારતના પુરુષ પ્રધાન સમાજમાં આપણે કામની વહેંચણી જાતિગત કરી છે. આ કામ પુરુષનાં અને આ કામ સ્ત્રીનાં. આવું જ જાહેર જીવનમાં આપણે કામની વહેંચણી કરી છે.
આ જ્ઞાતિ આ કામ કરે. આ જ્ઞાતિ આ કામ. હવે આપણાં બાળકો આ જ માનસિકતામાં મોટાં થાય છે. શહેરનાં મધ્યમ વર્ગીય પરિવારોમાં બાળકો સતત શિક્ષણમાં રચ્યાપચ્યા રહેવાથી રોજિંદા કામ માટે ઉપેક્ષિત વર્તન કરતાં થઇ જાય છે. ખાસ તો દીકરાઓ. આ વેકેશનમાં આપણા દીકરાઓને કચરા વાળતા, જમતી વખતે પાણીનો ગ્લાસ ભરીને બેસતા, જરૂર પડે ત્યાં ચા-કોફી કે હળવા નાસ્તા બનાવતા શીખવાડો. ખાસ તો જેઓ પોતાના બાળકને ‘ફોરેન’ મોકલવાનાં સપનાં જુએ છે તેમણે તો દીકરાઓને ‘ખીચડી’ મૂકતાં અને ચડી ગઇ છે કે કાચી છે તે જોતાં શિખવાડી જ દેવું!
ગાજ બટન કરતાં શીખવવું! થ્રિપીનમાં વાયર નાખતાં શીખવવું! આપણાં કબાટખાનામાં પત્રો-ફાઇલ વર્ગીકૃત રીતે ગોઠવતાં શીખવવું, આંગણામાં છોડ ઉગાડવાં, વૃક્ષ ઊગ્યાં હોય તો તેનું સમારકામ શિખવવું! શરીરને હલનચલન થાય તેવી રમતો રમવી, થોડું મગજ કસવું પડે તેવી ઘરમાં બેઠા બેઠાની રમતો શીખવી. આ બધાં જ વેકેશનમાં કરવાં જેવાં કામ છે! વાંચે ગુજરાતના સરકારી કાર્યક્રમની સફળતા અને ફાઇલો બધું જ ધૂળ ખાય છે. પણ વેકેશનમાં વાંચવાનું છોડવા જેવું નથી. ખાસ તો ગુજરાતી પરિવારોમાં સૌરાષ્ટ્રની રસધાર, ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓ, રમણ સોનીનાં પુસ્તકો, ગુણવંત આચાર્યની સાહસકથાઓ વંચાય તે ધ્યાન રાખવા જેવું છે.
ટી.વી. અને ફિલ્મો જોવાં જ જોઇએ પણ પ્રમાણ માપમાં! અને તેમાંય આ વેકેશન ઉત્તમ ફિલ્મો જોવામાં વપરાય, શિક્ષણ અને મનોરંજનનો સમન્વય કરતી ફિલ્મોમાં વપરાય તે જરૂરી છે. કોરોના પછી બે વર્ષ આ વેકેશન ચિંતા વગરનું છે. ગત વર્ષનો મે મહિનો યાદ કરવા જેવો નથી! ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને કુદરતી જગ્યાઓનો પ્રવાસ જરૂર કરજો! વડવાઇના હિંચકા, ખેતરનાં વૃક્ષોનો છાંયડો, વન-વગડાની રખડપટ્ટી અને કાચી કેરીનો સ્વાદ જો આ વેકેશનમાં બાળક પામે તો બે વરસનો થાક ઊતરે! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. હવેના સપ્તાહમાં શાળાકીય પરીક્ષાઓ પણ પૂર્ણ થશે. શાળાઓમાં વેકેશન ભલે 9 મી મે થી પડે, પણ બાળકોને તો વેકેશન પડી જ જવાનું છે. આ બાળકોને વેકેશન માણવા દેજો. શાળા એ ઔપચારિક શિક્ષણની જગ્યા છે તો વેકેશન એ અનૌપચારિક શિક્ષણનો સમયગાળો છે. જો કે માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ અને વધારે ટકાની દોડમાં માતા પિતા બાળકોના વેકેશનને પણ વેકેશન રહેવા દેતા નથી. શાળામાં વેકેશન વધારે ઓછું થાય તો બૂમાબૂમ કરનારા લોકો રજા અને વેકેશનમાં પણ કોચિંગ કલાસ ચાલવા માંડે છે તે વિષે બોલતા નથી. વેકેશન એ જાણે શિક્ષકો, અધ્યાપકોની જરૂર છે. વિદ્યાર્થીએ તો સતત ભણવાનું જ છે! આ વ્યાપ વધતો જાય છે. પહેલાં મોટાં શહેરો પછી નગર અને હવે નાના ગામડામાં પણ પર્સનલ ટયૂશન અને કલાસીસ ચાલવા લાગ્યા છે. બાળક નવમા ધોરણમાં આવે કે દસમાનું ટેન્શન અને ટયુશન શરૂ થઇ જાય છે. પછી તો અગિયારમું એ જ બારમું. આમ કુલ ચાર વર્ષ તો માત્ર પરિણામલક્ષી બાળક બનાવી દેવાય છે.
ખેર, આપણે વાત કરવી છે વેકેશનની! શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઔપચારિક અને પાઠયક્રમ આધારિત શિક્ષણ વિરામ લે તો ઔપચારિક અને જીવનલક્ષી શિક્ષણ શરૂ થાય! જે લોકો સરકારને સતત સલાહ આપે છે કે શિક્ષણમાં ‘મૂલ્યનિષ્ઠ શિક્ષણ દાખલ કરો’, ‘શારીરિક શ્રમ’ ‘રાષ્ટ્રપ્રેમ’ દાખલ કરો તે સૌને યાદ કરાવવાનું મન થાય છે કે સરકાર માટે જે સલાહો છે તેનો જાતે તો અમલ કરો! વેકેશનમાં તમે જ તમારા બાળકને રાષ્ટ્રપ્રેમની વાતો કરો, મૂલ્યનિષ્ઠાના પાઠ ભણાવો! ખરેખર તો આપણાં બાળકોને ઘર કુટુમ્બની રોજિંદી પ્રવૃત્તિથી માંડીને અનેક માનવીય ગુણોના સિંચન માટેની પ્રવૃત્તિમાં જોડવાની જરૂર છે. ભારતના પુરુષ પ્રધાન સમાજમાં આપણે કામની વહેંચણી જાતિગત કરી છે. આ કામ પુરુષનાં અને આ કામ સ્ત્રીનાં. આવું જ જાહેર જીવનમાં આપણે કામની વહેંચણી કરી છે.
આ જ્ઞાતિ આ કામ કરે. આ જ્ઞાતિ આ કામ. હવે આપણાં બાળકો આ જ માનસિકતામાં મોટાં થાય છે. શહેરનાં મધ્યમ વર્ગીય પરિવારોમાં બાળકો સતત શિક્ષણમાં રચ્યાપચ્યા રહેવાથી રોજિંદા કામ માટે ઉપેક્ષિત વર્તન કરતાં થઇ જાય છે. ખાસ તો દીકરાઓ. આ વેકેશનમાં આપણા દીકરાઓને કચરા વાળતા, જમતી વખતે પાણીનો ગ્લાસ ભરીને બેસતા, જરૂર પડે ત્યાં ચા-કોફી કે હળવા નાસ્તા બનાવતા શીખવાડો. ખાસ તો જેઓ પોતાના બાળકને ‘ફોરેન’ મોકલવાનાં સપનાં જુએ છે તેમણે તો દીકરાઓને ‘ખીચડી’ મૂકતાં અને ચડી ગઇ છે કે કાચી છે તે જોતાં શિખવાડી જ દેવું!
ગાજ બટન કરતાં શીખવવું! થ્રિપીનમાં વાયર નાખતાં શીખવવું! આપણાં કબાટખાનામાં પત્રો-ફાઇલ વર્ગીકૃત રીતે ગોઠવતાં શીખવવું, આંગણામાં છોડ ઉગાડવાં, વૃક્ષ ઊગ્યાં હોય તો તેનું સમારકામ શિખવવું! શરીરને હલનચલન થાય તેવી રમતો રમવી, થોડું મગજ કસવું પડે તેવી ઘરમાં બેઠા બેઠાની રમતો શીખવી. આ બધાં જ વેકેશનમાં કરવાં જેવાં કામ છે! વાંચે ગુજરાતના સરકારી કાર્યક્રમની સફળતા અને ફાઇલો બધું જ ધૂળ ખાય છે. પણ વેકેશનમાં વાંચવાનું છોડવા જેવું નથી. ખાસ તો ગુજરાતી પરિવારોમાં સૌરાષ્ટ્રની રસધાર, ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓ, રમણ સોનીનાં પુસ્તકો, ગુણવંત આચાર્યની સાહસકથાઓ વંચાય તે ધ્યાન રાખવા જેવું છે.
ટી.વી. અને ફિલ્મો જોવાં જ જોઇએ પણ પ્રમાણ માપમાં! અને તેમાંય આ વેકેશન ઉત્તમ ફિલ્મો જોવામાં વપરાય, શિક્ષણ અને મનોરંજનનો સમન્વય કરતી ફિલ્મોમાં વપરાય તે જરૂરી છે. કોરોના પછી બે વર્ષ આ વેકેશન ચિંતા વગરનું છે. ગત વર્ષનો મે મહિનો યાદ કરવા જેવો નથી! ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને કુદરતી જગ્યાઓનો પ્રવાસ જરૂર કરજો! વડવાઇના હિંચકા, ખેતરનાં વૃક્ષોનો છાંયડો, વન-વગડાની રખડપટ્ટી અને કાચી કેરીનો સ્વાદ જો આ વેકેશનમાં બાળક પામે તો બે વરસનો થાક ઊતરે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.