અમેરિકામાં અનેક સ્થળોએ, ખાસ કરીને દક્ષિણના ઉંડાણવાળા સ્થળોએ તોફાની વંટોળિયાઓ ફૂંકાયા હતા જેમાં કેટલાક સ્થળે તો કલાકના ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો અને કેટલાક સ્થળે સખત કરાવર્ષા પણ થઇ હતી.
તોફાની વંટોળિયાઓને કારણે લુસિઆના, ટેનેસી અને મિસિસિપી તથા ઉત્તર પૂર્વીય ટેકસાસમાં ભારે નુકસાન થયું હોવાના હેવાલ મળી રહ્યા છે. કુટલાક સ્થળે તોફાની પવનની સાથે કરાવર્ષા પણ થઇ હતી. આલાબામા-મિસિસિપી લાઇન પર કેટલાક સ્થળે તો બેઝબોલના કદના કરા પડ્યા હતા.
ટોર્નેડો તરીકે ઓળખાતા આ વંટોળિવયાઓને કારણે અનેક સ્થળે વૃક્ષો તૂટી પડ્યા હતા, પાવર લાઇનો કપાઇ ગઇ હતી અને ગ્રામ્ય ચિલ્ટન કાઉન્ટિમાં તો કેટલાક સ્થળે ઘરોને પણ નુકસાન થયું હતું. પવાર લાઇનો કપાઇ જવાને કારણે અનેક સ્થળે વિજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો અને વૃક્ષો પડવાને કારણે એક સ્થળે ધોરીમાર્ગ અવરોધાઇ ગયો હતો. આ વંટોળિયાઓના તોફાનને કારણે દોઢ કરોડથી વધુ લોકને અસર થઇ હોવાનું જાણવા મળે છે.