શાહજહાંપુર: ઉત્તરપ્રદેશના (Uttar pradesh) શાહજહાંપુરમાંથી ચોરીની (Robbery) એક અનોખી ઘટના સામે આવી છે. બજારોમાં 250 થી 300 રૂપિયે કિલો વેચાતા લીંબુની (Lemon) હવે ચોરી થઈ રહી છે. જે ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છેે. ઉનાળામાં લીંબુની વધતા ભાવના (Inflation) કારણે આ ચોરીની ઘટના થઈ હોવાની ધારણા કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ ઘટના શાહજહાંપુરના તિલ્હર વિસ્તારની છે કેે જ્યાં માત્ર 60 કિલો લીંબુ જ નહિ પરંતુ 10 કિલો લસણ, 40 કિલો ડુંગળી અને વજનકાંટાની પણ ચોરી કરવામાં આવી છે. વેપારીએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી છે તેમજ પોલીસ આ મુદ્દે તપાસ પણકરી રહી છે.
- 60 કિલો લીંબુ જ નહિ 10 કિલો લસણ, 40 કિલો ડુંગળી અને વજનકાંટાની પણ ચોરી
- પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી નથી
- એક લીંબુની કિંમત લગભગ 5 થી 10 રૂપિયા
મળતી માહિતી મુજબ તિલ્હરમાં શાકભાજી વિક્રેતા મનોજ કશ્યપની દુકાન છે. તેઓ લીંબુ, લીલા મરચા, ડુંગળી અને લસણનો વેપાર કરે છે. વેપારી મનોજ કશ્યપનુ કહેવુ છેે કે શનિવારે સાંજે જ બજારમાંથી લીંબુની બોરી ખરીદી હતી. બોરી પોતાના ગોડાઉનમાં રાખ્યા બાદ તેને તાળું મારી દીધું હતું. સવારે ગોડાઉનમાં આવતાં ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું હતું. તેણે 200 રૂપિયા પ્રતિ કિલોમાં જથ્થાબંધ લીંબુ ખરીદ્યા હતા, જેના માટે 60 કિલો લીંબુની કિંમત 12,000 રૂપિયા છે. લીંબુની સાથે સાથે ડુંગળી અને લસણના થેલાઓ પણ ગાયબ થયા છે. જેથી આ ઘટનાને કારણે વેપારીઓમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તિલ્હર વિસ્તારમાં આ પ્રકારની ચોરી થતા ઘણા શાકભાજીના વેેપારીઓ રોષે ભરાયેલા છેે. આ ચોરી કોઇ સોનું, ચાંદી પૈસાની નથી. છતા લીંબુની વધતી મોંઘવારીને કારણે આ થયુ હોવાની શંકા છે. હાલ બજારમાં લીંબુ 250-300 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહ્યા છે. તેથી એક લીંબુની કિંમત લગભગ 5 થી 10 રૂપિયા છે. લીંબુની ચોરી હાલ ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમજ પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે.