મકરસંક્રાંતિનું પર્વ એટલે ઉતરાયણ અને ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે લોકોએ રંગબેરંગી પતંગ ચગાવી. આકાશ રંગબેરંગી જોવા મળ્યું અને પતંગ રશિયાઓ ઊંધિયુ જલેબી અને ફાફડા ખાઈને મોજમાણી, તહેવારની પૂર્વ સપ્તાહે સૂમસામ રહેલા પતંગ બજારમાં છેલ્લા બે દિવસ ઘરાકી દેખાતા વેપારીઓ મોજમાં જણાયા હતા.ચાલુ વર્ષે પતંગ ઉત્સવના આ પર્વે કેટલીક પરંપરાઓ બદલાઈ હતી જેમાં આગાસીઓ પર વાગતી ડી જે સીસ્ટમોમાં ફિલ્મી ગીતોનું સ્થાન રામ ગાથાએ લીધું હતું.
