National

ઉત્તરાખંડ: રેલવે સ્ટેશન સહિત ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રેલવે સ્ટેશન (Railway Station) અને ધાર્મિક સ્થળો આતંકવાદીઓના (Terrorist) નિશાના પર છે. હરિદ્વાર (Haridwar) રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડન્ટને ધમકીભર્યો (Threat) પત્ર (Latter) મળ્યો છે. ધમકીભર્યો પત્ર મોકલનારે પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર (Jaish-e-Mohammed of Area Commander) ગણાવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે 25 ઓક્ટોબરે હરિદ્વાર રેલવે સ્ટેશન, દેહરાદૂન રેલવે સ્ટેશન, રૂરકી, નાઝિમાબાદ, કાઠગોદામ, કાશીપુર સહિત ઉત્તરાખંડના ઘણા રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ થશે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નામે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને આતંકવાદી સંગઠનના એરિયા કમાન્ડરને પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 10 ઓક્ટોબરે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટના નામે સામાન્ય પોસ્ટ દ્વારા ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પત્ર ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા. પત્રમાં હરિદ્વાર રેલવે સ્ટેશનની સાથે દેહરાદૂન, લક્સર, રૂરકી, કાઠગોદામ, નજીબાબાદ, શાહગંજ સહિતના અનેક સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે. બંને બાજુ હિન્દીમાં લખેલા એક પાનાના પત્રમાં.

25 ઓક્ટોબરે સ્ટેશનોને વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. જ્યારે 27 ઓક્ટોબરે ઉત્તરાખંડના ચારધામ તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top