ચમોલી : ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં રવિવારે 14 કિમી લાંબી ગ્લેશ્યિર તૂટી પડતા ભારે જાનહાનિ અને મોટી હોનારત સર્જાઇ છે. આ હોનારત એટલી ભયંકર હતી કે અહીં બની રહેલો શ્રષિ ગંગા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ આખોને આખો પાણીના વહેણમાં વહી ગયો. અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે. અને મળતા અહેવાલો મુજબ લગભગ 205 જેટલા લોકો હજી ગુમ છે. બચાવ ટીમ છેલ્લા ત્રણ દિવસથી મોટા મોટા સાધનો અને મશીનો સાથે દિવસ રાત તપોવન ટનલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ આ ટનલમાં અંદર સુધી જવુ હજી શક્ય બન્યુ નથી.
માચાર આવ્યા છે કે અલકનંદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, રાહત કાર્ય અટકી ગયુ છે. ઋષિગાંગામાં આવેલા પૂર પછી, તપોવન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની અંડર કન્સ્ટ્રક્શન ટનલમાં ફસાયેલા ત્રણ એન્જિનિયરો સહિત 35 કર્મચારીઓ સુધી પહોંચવા માટે ટનલ માંથી કાટમાળનો મોટો જથ્થો બચાવ ટીમ માટે મોટો અવરોધ બની ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃતકોમાંથી અત્યાર સુધી ફક્ત નવની ઓળખ થઈ છે. 12 શબ એટલી વિકૃત હાલતમાં મળી આવ્યા છે કે જેમની ઓળખ કરવી પણ શક્ય નથી. હેલિકોપ્ટર દ્વારા સતત પ્રભાવિત ખીણના ગામોમાં રાહત પુરવઠાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આ આખી દૂર્ઘટનામાં એક હકીકત જે બહાર આવી છે કે આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા અને ગુમ લોકોમાંથી ઘણા લોકો ઉત્તરપ્રદેશના (UttarPradesh) એક જ ગામના છે. અમને મળતી માહિતી મુજબ રવિવારે ઉત્તરાખંડમાં બનેલી ગ્લેશ્યિર પડવાની દૂર્ઘટનામાં ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાની નિઘાસન તહસીલમાંથી 33 લોકો ગુમ છે. જેમાંથી 16 ઇચ્છાનગર ગામના છે. તેમાંથી પાંચ એક જ પરિવારના છે.
ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લામાં નિઘાસનથી આશરે 25 કિમી દૂર ઇચ્છાનગર ગામ છે. અહીં ના એક જ પરિવારના પાંચ-છ લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે. પરિવારના એક વ્યક્તિનું કહેવું છે કે આ છ લોકોમાંથી તેમનો એક વ્યક્તિ સાથે સંપર્ક થયો છે. બાકીના પાંચ લોકોના ક્યાં તો મોત થયા છે ક્યાં તો તેઓ હજી ગુમ છે. રવિવારે આ સમાચાર સાંભળ્યા પછી પરિવાર પર જાણે મુસીબતોનું આભ તૂટી પડ્યો હતો. વધુમાં જાણવા મળ્યુ છે કે અહીં એક ઘરમાંથી પિતા અને પુત્ર બંને દૂર્ઘટના સ્થળે હાજર હતા. હાલમાં બંને ગુમ છે. કહેવાઇ રહ્યુ છે કે થોડા સમય પહેલા જ અહીં તેમના પુત્રના લગ્ન નક્કી થયા છે.