નવી દિલ્હી : ઉત્તરાખંડમાં (Uttarakhand) ભગવાન શિવના 11મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામમાં (Kedarnath Dham) છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી હિમવર્ષા (snowfall) થઇ રહી છે. જેને લઇને આખી વાદીએ જાણે સ્વચ્છ અને સફેદ ચાદર ઓઢી લીધી હોઈ તેવું સ્વરૂપ ધારણ કર્યું છે. હિમવર્ષાના કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે. રાહત દળો અહીં બરફ હટાવવા માટે સતત કામ કરી રહ્યા છે.તે છતાં પણ બાબાના દર્શન કરવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. દેવસ્થાનમ બોર્ડના પ્રવક્તા ડૉ. હરીશ ગૌરે જણાવ્યું હતું કે કેદારનાથ ધામમાં રવિવાર સાંજથી વરસાદ બાદ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી તેમણે કહ્યું કે હેલિપેડ અને રોડ પરથી બરફને સતત હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
- આખી વાદીએ જાણે સ્વચ્છ અને સફેદ ચાદર જેવું સ્વરૂપ ધારણ કર્યું છે
- હેલિપેડ અને રોડ પરથી બરફને સતત હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે
- હિમાચલ પ્રદેશમાં પણ ગઈકાલે એટલે કે ગુરુવારે હિમવર્ષા થઈ હતી
હરિદ્વાર બસ સ્ટેન્ડથી તીર્થયાત્રીઓ સતત ચારધામ માટે રવાના થઈ રહ્યા છે
અત્યંત ઠંડી હોવા છતાં ચાર ધામ યાત્રા ચાલુ રહે છે. ગૌરે જણાવ્યું કે ઋષિકેશ ચારધામ બસ ટર્મિનલ અને હરિદ્વાર બસ સ્ટેન્ડથી તીર્થયાત્રીઓ સતત ચારધામ માટે રવાના થઈ રહ્યા છે. ઋષિકેશમાં પોલીસ, મેડિકલ-હેલ્થ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, દેવસ્થાનમ બોર્ડ અને ટ્રાવેલ એડમિનિસ્ટ્રેશન ઓર્ગેનાઈઝેશન સહિત સંયુક્ત પરિભ્રમણ જેવા વિવિધ વિભાગોના હેલ્પ ડેસ્ક મુસાફરોને મદદ અને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે બદ્રીનાથ ધામ, ગંગોત્રી અને યમુનોત્રીનો રસ્તો સરળ છે.
હિમાચલ પ્રદેશમાં પણ ગુરુવારે હિમવર્ષા થઈ હતી
કેદારનાથ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ગઈકાલે એટલે કે ગુરુવારે હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા બાદ કુલ્લુ પોલીસે એડવાઈઝરી જારી કરીને લોકોને બરફવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. આ સાથે શ્રીગરમાં પણ ગઈકાલે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. ગઈકાલે બપોરથી શરૂ થયેલી હિમવર્ષાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહી હતી.
કેદારનાથમાં 400 થી વધુ મજૂરો પુનઃનિર્માણ કાર્યમાં લાગેલા છે
કેદારનાથમાં અત્યાર સુધી કોઈ હિમવર્ષા થઈ ન હતી.જોકે ડિસેમ્બરના અંતમાં ગઈકાલે એટલે કે 29 ડિસેમ્બરે કેદારનાથમાં હિમવર્ષા જોવા મળી હતી.ત્યારે કેદારનાથમાં 400 થી વધુ મજૂરો પુનઃનિર્માણ કાર્યમાં લાગેલા છે. સિમેન્ટનું કામ પહેલેથી જ બંધ થઈ ગયું છે. હવે જો હિમવર્ષાનો સમય આ રીતે ચાલુ રહેશે તો આગામી સમયમાં તમામ મજૂરો પણ પરત જતા રહેશે.