ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) એક ભયાનક ઘટના સામે આવી હતી. એક ભાઈએ પોતાની સગી બહેને મારી નાખી અને તેનું માથું કાપી ગામમાં લગભગ 800 મીટર સુધી ફરતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને (Police) થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીના (Barabanki) ફતેહપુર પોલીસ સ્ટેશન (Fatehpur Police Station) વિસ્તારના મિથવારા ગામની છે. આ ઘટના મામલે ત્યાના એસીપી આશુતોષ મિશ્રાએ જણાવ્યું કે આરોપીએ તેની બહેનના અફેરથી ગુસ્સે થઈને આ કાર્ય કર્યું હતું.
આ આરોપીનું નામ રિયાઝ છે. રિયાઝે સવારે 11.30 કલાકે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે બહેનનું કપાયેલું માથું અને મૃતદેહ કબજે કરી લીધો છે. પડોશીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે રિયાઝને તેની બહેન આસિફા સાથે ઘરમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પછી તે ઘરની બહાર આવ્યો અને થોડીવારે પછી ફરી તે ઘરે આવ્યો અને તેણે તેની બહેનને કપડાં ધોવા કહ્યું. રિયાઝની બહેન આસિફા કપડાં ધોવા ઘરની બહાર આવી અને પાણી ભરવા લાગી. આસિફા ઘરની બહાર આવી ત્યારે પાછળથી રિયાઝે આવીને તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. તેણે ત્યાં સુધી હુમલો કર્યો જ્યાં સુધી તેની ગરદન કપાઈ ન ગઇ. આ પછી તેણે માથું હાથમાં ઉઠાવ્યું અને પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો. આસપાસના લોકોએ તેને ધડ સાથે ઘરની બહાર જતા જોયોને તો તેઓ ધ્રૂજી ગયા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા પોલીસે રસ્તામાં જ તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર રિયાઝની બહેન તેના બોયફ્રેન્ડ સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. જે પછી 29 મેના રોજ પરિવારજનોએ યુવક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને ગામ બહારથી પકડી લીધા હતા. આ મામલે પોલીસે યુવકને જેલમાં મોકલ્યો હતો, જ્યારે તે યુવતીને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
તેના પાડોશીએ જણાવ્યું હતું કે રિયાઝની બહેન તેના બોયફ્રેન્ડ સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. તે વાતને લઈને ઘરમાં ઘણી લડાઈ થઈ હતી. જેના લીધે રિયાઝને તેની બહેન પસંદ નહોતી. શુક્રવારે સવારે પણ તે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પાડોશીઓએ જણાવ્યું હતું કે જ્યારે રિયાઝે તેની બહેનની હત્યા કરી હતી. તે સમયે ઘરમાં માતા-પિતા અને ભાઈ-બહેન હતા. જેના કારણે તેણે તેની બહેનને કપડાં ધોવા માટે ઘરની બહાર મોકલી હતી. રિયાઝે આ ઘટનાને એટલી ઝડપથી અંજામ આપ્યો કે કોઈ આસિફાને બચાવવા માટે પણ કોઈ આવી શક્યું નહીં. પાડોશીએ જણાવ્યું કે રિયાઝ ગામમાં શાકભાજીનો સ્ટોલ ચલાવે છે. જ્યારે તેની બહેન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી ત્યારે તે મારપિટ સંબંધિત કેસમાં જેલમાં ગયો હતો. તે 15 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
ગામમા એક યુવકે જણાવ્યું કે રિયાઝ તેની બહેનનું માથું હાથમાં લઈને ધીરે ધીરે ચાલીને આવતો હતો. પહેલા તો હું સમજી ન શક્યો પરંતું જ્યારે તે મારી નજીક આવ્યો તો તેના હાથમાં તેની નાની બહેનનું માથું જોઈને મને આશ્ચર્યચકિત થઈ ગયો. તેની બહેનના ચહેરા પર લોહી હતું પરંતું રિયાઝના ચહેરા પર કોઈ અસર કે ગભરાટ દેખાતો ન હતો. તેના હાથમાં ધારદાર હથિયાર પણ હતી. રિયાઝને જોઈને હું તેની સાથે વાત કરવાની હિંમત પણ કરી શક્યો નહીં.