આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ કાટમાળને લીધે ઋષિ ગંગા નદીમાં જોડાતા પ્રવાહને અવરોધિત કરી દીધો છે, જેના કારણે હંગામી સરોવર રચાયું છે અને એ તૂટે તો ખીણમાં વધુ નુકસાન થાય છે, એમ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન જીઓલોજીના અહેવાલમાં જણાવાયું છે.
તેના નિર્દેશક કલાચંદ સૈનના જણાવ્યા અનુસાર, સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમે ઋષિગંગાના ઉપરના ભાગનો હવાઈ સર્વે રવિવાર હિમપ્રપાતના એક દિવસ પછી કર્યો હતો અને ત્યાં નવું ગ્લેશિયર તળાવ જોયું હતું.
ટીમે હેલિકોપ્ટરમાંથી લીધેલા તળાવના કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા. એવું લાગે છે કે તાજેતરના હિમપ્રપાતને કારણે ઋષિ ગંગાના કેચમેન્ટ એરિયાના ઉચ્ચ ભાગમાં તેની રચના થઈ છે.
સૈને જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો તળાવનું કદ, તેની પરિઘ અને પાણીનો જથ્થો ચકાસી રહ્યા છે કે કેમ તેમાંથી કેટલું મોટું અને તાત્કાલિક જોખમ છે તે ચકાસી શકાય.વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સંસ્થા, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન જિઓલોજી (ડબ્લ્યુઆઇએચજી) ના અહેવાલ અનુસાર, પાણીના આ પ્રવાહને કારણે જોખમની વાસ્તવિક તીવ્રતાના આકારણી માટે વિગતવાર સર્વેની જરૂર છે.
એક અન્ય અભ્યાસમાં ગઢવાલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને જિયોલોજિસ્ટ ડો. નરેશ રાણાએ ગ્રાઉન્ટ ઝીરો પરથી કેટલીક તસવીરો મોકલી છે જેમાં જોઇ શકાય છે કે ઋષિગંગા નદીમાં પાણી એટલું વધી ગયું છે કે રોંઠીગાડના કાટમાળથી એક અસ્થાયી દિવાલ બની છે અને તેની ઉપરથી પાણી વહીને રોંઠીગાડને મળે છે. આ પાણી આગળ ધોલીગંગામાં જાય છે જે આગળ તપોવન પાવર પ્રોજેક્ટ પરથી પસાર થાય છે.