Sports

લાહોર ટેસ્ટમાં ઉસ્માન ખ્વજા સદી ચુક્યો, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 232/5

આજે સોમવારથી અહીંના ગદ્દાફી સ્ટેડિયમમાં શરૂ થયેલી ત્રીજી, અંતિમ અને નિર્ણાયક ટેસ્ટમાં પહેલા દિવસની રમત બંને તરફે મિશ્ર રહી હતી. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ઓપનર ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથની અર્ધસદીઓની મદદથી પાંચ વિકેટના ભોગે 232 રનનો સ્કોર બનાવ્યો હતો. રમત બંધ રહી ત્યારે કેમરન ગ્રીન 20 તેમજ એલેક્સ કેરી 8 રને રમતમાં હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી ત્રીજી ઓવરમાં જ માત્ર 8 રનના સ્કોરે ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેનની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી ખ્વાજા અને સ્મિથે મળીને ત્રીજી વિકેટની 138 રનની ભાગીદારી કરીને મુશ્કેલી મારી હટાવી હતી. સ્મિથ 59 રન બનાવીને આઉટ થયો તે પછી ખ્વાજાએ ટ્રેવિસ હેડ સાથે 41 રનની ભાગીદારી કરી હતી. ખ્વાજા 91 રને આઉટ થતાં તે સદી ચુક્યો હતો. હેડ પણ 26 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તે પછી ગ્રીન અને કેરીએ ઓસ્ટ્રેલિયાને વધુ નુકસાન થવા દીધું નહોતું. પાકિસ્તાન વતી શાહિન આફ્રિદી અને નસીમ શાહે 2-2 અને સાજિદ ખાને 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top