જનતા સારી પેઠે એ વાત જાણી ગઈ છે કે દેશ સમક્ષ ગતિશીલ ગુજરાતનું ફુલ ગુલાબી ચિત્ર દોરી દોરાવીને 2012થી બિલકુલ ગેરમાર્ગે જ દોરી હતી. હાલ ગુજરાતમાં કેટલાય નકલી..નકલી..નકલીનાં સમાચારો અખબારનાં પાને લોકોનું ધ્યાન દોરતા રહે છે. તેવામાં સોનાનાં ભાવમાં અનહદ ઉછાળા પાછળ પણ દેશભરના જાણીતા કૌભાંડ કરનારાને આડકતરી ક્લિનચીટ આપી, અપાવી અધધ એવા બિનહિસાબી નાણાંનાં અઢળક જથ્થાને સોનામાં રોકાવી એમનો રસ્તો સાફ કરાવી આપવાનાં જગજાહેર આક્ષેપો થઈ રહેલ છે.
એવા જ સમયે અચાનક હુમલા થકી દેશભરમાં જાણે ખળભળાટ બાદ લોકો સોનાનાં વધતા ભાવોની શંકાને નજરઅંદાજ કરતા થઈ રહેલ છે. આ પણ એક રાજનીતિની જ કળા હશે? જ્યારે સત્તાવાળાઓના જ પગ નીચે રેલા આવે ત્યારે સામ-દામ-દંડ-ભેદને ઉગામવા જતો શાસક પક્ષ હરહંમેશની જેમ આજે શંકાના દાયરે દર્જ છે કે..શું? સાંપ્રત સમયની સરકાર ખરેખર સત્તાનો સદુપયોગ કરે છે કે માત્ર દુરુપયોગ?
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.