ભારતમાં ગામડાઓ અને શેહેરોમાં વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનના વ્યસની બની રહ્યા છે, જે માતાપિતા માટે પણ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. અરે 12-15 વર્ષના છોકરાં-છોકરીઓને માબાપ, મોબાઇલ વાપરવા મોટે ઠપકો આપે છે ત્યારે તેઓ આત્મહત્યા કરી નાખતા હોય છે! આ માટે મહારાષ્ટ્રના બીડ જીલ્લાના પરલી તાલુકાના નાગપુર ગામમા ગેજેટ્સ અને ટેલિવિઝન તથા મોબાઇલની લત ધરાવનારા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે સાંજે 7 વાગ્યે ગામમાં સાયરન વાગે છે. સાયરન વાગતાની સાથે દરેક ઘરે ટેલિવિઝન બંધ કરી દેવામાં આવે છે અને મોબાઇલ બંધ કરાય છે.
સાયરન વાગે એટલે બધા જ વિદ્યાર્થીઓ બેથી ત્રણ કલાક માટે અભ્યાસ કરવા બેસી જાય છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સ્વયંસેવકો અઠવાડિયામાં બે-ત્રણ વખત આ સાયરનના નિયમનું પાલન થાય છે કે નહિ તે માટે ઓચિંતા ઘરે-ઘરે જઇને તપાસ કરે છે. આ ઝૂંબેશને માતા-પિતા અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતના દરેક નાના મોટા શહેરો અને ગામડાઓમા આવા પ્રોજેક્ટ અમલમાં મૂકવો જોઇએ કારણ કે બાળકો મોબાઇલના વધુ પડતા ઉપયોગથી અભ્યાસથી વિમુખ થઇ રહ્યા છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના રિપોર્ટ મુજબ 30થી 50 ટકા તરુણ-તરુણીઓ મોબાઇલ ફોનના વ્યસની બની ગયા હોવાથી ડીપ્રેશન, એન્કઝાયેટી અનિદ્રા અને આત્મહત્યાના ભોગ બની ચૂક્યા છે.
યુ.એસ.એ – ડો. કિરીટ એન ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.