નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) સીઈઓ (CEO) એલોન મસ્કે અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ અંગે એક મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રંપની ધરપકડ (Arrest) થશે તો તેઓ મોટી સંખ્ચામાં વોટ સાથે પ્રેસિડન્ટ તરીકે જીતી જશે. જણાવી દઈએ કે ટ્રંપે શનિવારે એક દાવો કર્યો હતો કે તેની હવેના અઠવાડિયાના મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવશે. ટ્રંપે પોતાના સમર્થકોને આ અંગે વિરોધ નોંધાવા માટે પણ કહ્યું હતું. ટ્રંપે જણાવ્યું કે તેને મૈનહટ્ટન જિલ્લાના અર્ટોનીના ઓફિસના એક ખબરી પાસેથી આ અંગેની જાણ થઈ છે.
ટ્રંપે આ જાણકારી આપતા જ એલોન મસ્કે પોતાના પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે જો આવું થશે તો ટ્રંપ ફરીએકવાર મોટી સંખ્યામાં વોટ મેળવીને ચૂંટણી જીતી જશે. ટ્રંપે કહ્યું કે ન્યૂયોર્કના અધિકારીઓ કેટલીક મહિલાઓને ચૂકવવામાં આવેલા પૈસા સંબંધિત કેસની તપાસ કરી રહ્યા છે. આ સંબંધમાં તેની ધરપકડ થઈ શકે છે. આરોપ છે કે પૂર્વ રાષ્ટ્રપતિએ આ મહિલાઓને શારીરિક સંબંધોના બદલામાં પૈસા આપીને મામલો બહાર પાડવા માટે ના પાડી હતી.
ટ્રંપે શનિવારે તેમના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાંથી “ગેરકાયદેસર રીતે લીક થયેલી” માહિતી દર્શાવે છે કે “રિપબ્લિકન નોમિની અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખની આગામી સપ્તાહે મંગળવારે ધરપકડ કરવામાં આવશે.”
જાણો સમગ્ર મામલો શું છે
જાણકારી મળી આવી છે કે આ મામલો પોર્ન સ્ટાર ડેનિયલ સાથે સંબંધિત છે, જેનું અસલી નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. તેનું કહેવું છે કે તેનું ટ્રંપ સાથે એક દાયકા પહેલા અફેર હતું. જો કે ટ્રંપે આ અફેરની વાતને નકારી કાઢી હતી. ટ્રંપ 2017 થી 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને કહ્યું છે કે તેઓ 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાનો પ્રયત્ન કરશે.
ગયા વર્ષે દસ્તાવેજો પરથી જાણવા મળ્યું હતું કે ટ્રંપે અને તેમના ભૂતપૂર્વ ટોચના સહયોગી હોપ હિક્સ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ના પ્રમુખપદની ઝુંબેશ દરમિયાન તેનું મોં બંધ રાખવા માટે મોટી રકમ ચૂકવવામાં સીધી રીતે સામેલ હતા. આ પછી, આ કેસમાં ટ્રંપના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેને ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેણે ટ્રંપના કહેવા પર સ્ટોર્મીને ચૂકવણી કરી હતી.
દસ્તાવેજો અનુસાર ઓક્ટોબર 2016માં સ્ટોર્મીને 1.30 લાખ ડોલર ચૂકવવામાં આવ્યા હતા. સ્ટોર્મીને પૈસા આપતા પહેલા કોહેને ટ્રંપ સાથે બે વાર ફોન પર વાત કરી હતી. સ્ટોર્મીએ અગાઉ દાવો કર્યો હતો કે તેના 2006માં ટ્રમ્પ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા.