નવી દિલ્હી: અમેરિકા (America) અને ભારતના (India) સંબંધો હવે વધુ મજબુત થશે. અમેરિકાના સુરક્ષા વિભાગે (America Defence ministry) એક નિવેદન આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના સુરક્ષા મંત્રી ભારતની મુલાકાતે (Meet) આવવાના છે. જેથી તેઓ આવતા અઠવાડિયે નવમી (Ninth) વાર ભારતના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહની (Rajnath singh) મુલાકાત લેશે. આ સિવાય તેઓ INDUS-X દ્વારા સુરક્ષા (Security) અને ઔદ્યોગિક સહયોગ વધારવાના વિષયમાં ચર્ચા કરશે.
મળતી માહિતી મુજબ આવતા અઠવાડિયે યુએસના ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન ભારત આવવાના છે. દરમિયાન તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસના ભાગરુપે નવમી વખત ભારતની મુલાકાત લેશે. ભારતમાં તેઓ રાજનાથ સિંહને મળશે અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પાંચમી 2+2ની મુલાકાત કરશે. આ બેઠક બાદ બ્લિંકન અને ઓસ્ટિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે.
જણાવી દઇયે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી પહેલી વાર યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ જે ઓસ્ટિન ભારત અને યુએસના 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે ભારત આવવાના છે. રશિયા-યુક્રેન યુદ્ધ હજી ચાલુ છે અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પણ વધુ ઉગ્ર બની રહ્યુ છે. ત્યારે ભારતના પેસિફિકમાં ચીનની અડગતા પણ વધી રહી છે. માટે કહી શકાય કે ભારત અને અમેરિકાના બંને પક્ષોએ ચર્ચા કરવા માટે ઘણી બાબતો છે.
ગુરુવારે આ મુલાકાતની જાહેરાત કરી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્લિંકન 2 થી 10 નવેમ્બર દરમિયાન તેલ અવીવ, અમ્માન, ટોક્યો, સિઓલ અને નવી દિલ્હીની યાત્રા કરશે. વધુમાં જણાવવામાં આવ્યુ હતુ કે “સેક્રેટરી 2+2 મિનિસ્ટ્રીયલ ડાયલોગમાં ભાગ લેવા નવી દિલ્હી આવવાના છે. જેમાં સેક્રેટરી ઓફ ડિફેન્સ, લોયડ જે ઓસ્ટિન III હાજરી આપશે.’’ આ પ્રતિનિધિમંડળ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ અને ઈન્ડો-પેસિફિકના વિકાસ અંગે ચર્ચા કરવા માટે મુલાકાત કરશે.
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો. બિડેન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 નેતાઓની સમિટ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના બે મહિના બાદ હવે ભારત યુએસના કેબિનેટ મંત્રીઓની યજમાની કરશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વાડ લીડર્સની સમિટની યજમાની કરવાની તેની યોજનાના ભાગરૂપે ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે બિડેનને આમંત્રણ આપ્યું છે. આ મીટિંગમાં બિડેનની સંભવિત મુસાફરી યોજનાઓનો પણ સ્ટોક લેવામાં આવશે.