National

તાકાતમાં વધારો: US નેવીએ MH-60 R હેલિકોપ્ટર ભારતને સોંપ્યા, જાણો વિશેષતા

ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાના અન્ય સંકેતમાં, યુએસ નેવી (us navy)એ પ્રથમ બે એમએચ -60 આર મલ્ટિ-રોલ હેલિકોપ્ટર (fighter helicopter) ભારતીય નૌકાદળ (Indian navy)ને સોંપી દીધાં છે. ભારતીય નૌકાદળ લોકહિડ માર્ટિન દ્વારા ઉત્પાદિત આ 24 હેલિકોપ્ટરની ખરીદી યુ.એસ. સરકાર પાસેથી વિદેશી લશ્કરી વેચાણ હેઠળ $ 2.4 અબજ ડોલરથી કરી હોવાનો અંદાજ છે.

શુક્રવારે સેન ડિએગોમાં નેવલ એર સ્ટેશન નોર્થ આઇલેન્ડ અથવા એનએએસ નોર્થ આઇલેન્ડ પર યોજાયેલા એક કાર્યક્રમમાં હેલિકોપ્ટરને યુએસ નેવી દ્વારા વિધિવત રીતે ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું હતું. જેમાં ખાસ યુ.એસ.માં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ સમારોહમાં હાજરી આપી હતી. રાજદૂત સંધુએ કહ્યું કે ઓલ-વેધર મલ્ટિ-રોલ હેલિકોપ્ટરને કાફલામાં સમાવવા એ ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, “ભારત-અમેરિકા મિત્રતા નવી ઊંચાઈઓને સ્કેલ કરી રહી છે.”

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંરક્ષણ વેપાર 20 અબજ ડોલરથી વધુનો થઈ ગયો છે. સંરક્ષણ વેપાર ઉપરાંત ભારત અને અમેરિકા સંરક્ષણ ફોરાના સહ વિકાસ માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. સંધુએ હાલના સમયમાં સંરક્ષણ ક્ષેત્રે ભારતે લીધેલા સુધારાનો ઉલ્લેખ કર્યો, જેનાથી વિદેશી રોકાણકારો માટે નવી તકો ખુલી છે. માત્ર સેના જ નહીં પણ ભારત-અમેરિકા હાલ વેક્સિનેશન અને કોરોના મહામારી સામેની દવાઓ માટેની આપ-લે માટે પણ એક ચોક્કસ કરારો પર કામ કરી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં પણ ભારત-અમેરિકા આવા ઘણા કરાર સાથે સત્તા-મહાસત્તાના એક આધુનિક સંબંધ તરફ વધી રહ્યા છે.

MH-60 R હેલિકોપ્ટર આ રીતે દુશ્મનોના દાંત ખાટ્ટા કરશે

એમએચ -60 આર હેલિકોપ્ટર એ એકે ખાસ ઓલ-વેધર હેલિકોપ્ટર છે, જે નવી ઉડ્ડયન તકનીકો સાથેના ઘણાબધા મિશનને ટેકો આપવા માટે રચાયેલ છે. આ એમઆરએચનો સમાવેશ ભારતીય નેવીની ત્રિ-પરિમાણીય ક્ષમતામાં વધારો કરશે. હેલિકોપ્ટર ઘણા વિશિષ્ટ ઉપકરણો અને શસ્ત્રોથી પણ સજ્જ હશે. ભારતીય ક્રૂની પ્રથમ બેચ હાલમાં યુ.એસ. માં તાલીમ લઇ રહી છે. સંરક્ષણ વિભાગ અનુસાર, સૂચિત વેચાણ ભારતની એન્ટિ-સપાટી અને એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતામાં વધારો કરશે. 

ભારત આ ક્ષમતાઓનો ઉપયોગ પ્રાદેશિક જોખમોનો સામનો કરવા અને તેના દેશના સંરક્ષણને મજબૂત બનાવવા માટે કરશે. યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાતના અઠવાડિયા અગાઉ, ભારત સરકારે ફેબ્રુઆરી 2020 માં હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી હતી.

Most Popular

To Top