World

ટ્રમ્પને મોટો ઝટકો, જન્મસિદ્ધ નાગરિકતા રદ કરવાના સરકારના નિર્ણય પર અમેરિકાની કોર્ટે રોક લગાવી

અમેરિકામાં ઓટોમેટિક બર્થરાઈટ સિટીઝનશીપ (જન્મસિદ્ધ નાગરિકતા) નાબૂદ કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને દેશની ફેડરલ કોર્ટે રોકી દીધો છે. કોર્ટના નિર્ણયથી અમેરિકામાં રહેતા હજારો ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી છે. પોતાના નિર્ણયમાં જજે ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ‘સ્પષ્ટ રીતે ગેરબંધારણીય’ ગણાવ્યો છે.

આ અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સત્તા સંભાળ્યાના પહેલાં દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા સ્વયંસંચાલિત જન્મ અધિકાર નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ચાર ડેમોક્રેટિક આગેવાનીવાળા રાજ્યો વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોને આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી હતી.

ભૂતપૂર્વ રિપબ્લિકન પ્રમુખ રોનાલ્ડ રીગન દ્વારા નિયુક્ત સિએટલ સ્થિત જિલ્લા ન્યાયાધીશ જ્હોન કફનેરે 14 દિવસ માટે નીતિનો અમલ અટકાવવાની ડેમોક્રેટિક આગેવાનીવાળા રાજ્યોની વિનંતી મંજૂર કરી હતી. કોર્ટના સ્ટે બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે ચોક્કસપણે અપીલ કરીશું.

જજે નિર્ણયમાં શું કહ્યું?

  • ટ્રમ્પની નીતિ પર જજ કફનરે કહ્યું કે હું 4 દાયકાથી બેન્ચ પર છું. મને બીજો કોઈ કેસ યાદ નથી કે જેમાં પ્રસ્તુત પ્રશ્ન આના જેટલો સ્પષ્ટ હતો. આ સ્પષ્ટપણે ગેરબંધારણીય આદેશ છે.
  • ન્યાયાધીશે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલને પૂછ્યું કે વકીલ ક્યાં હતા (જ્યારે ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા હતા)? ન્યાયાધીશ કુફનરે કહ્યું, ‘મને એ સમજવામાં તકલીફ છે કે બારનો સભ્ય કેવી રીતે સ્પષ્ટપણે કહી શકે કે આ આદેશ બંધારણીય છે. તે મારા મનને અસ્વસ્થ કરે છે.’
  • 84 વર્ષીય જજ કુફનરે ટ્રમ્પના આદેશનો બચાવ કરી રહેલા યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલ બ્રેટ શુમેટનો પણ ક્લાસ લીધો અને પૂછ્યું કે શું તેઓ વ્યક્તિગત રીતે માને છે કે આ આદેશ બંધારણીય છે. શુમાટે દલીલ કરી હતી કે ટ્રમ્પની કાર્યવાહી બંધારણીય હતી અને તેને અવરોધિત કરનાર કોઈપણ આદેશને “મોટા પ્રમાણમાં અયોગ્ય” ગણાવ્યો હતો.

Most Popular

To Top