સુરત: અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી વાડિયા વિમેન્સ કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર અન્ય વિદ્યાર્થી દ્વારા રેગિંગ કરાતું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. ભોગ બનેલી વિદ્યાર્થિનીએ માતા-પિતાને રડતાં રડતાં જાણ કરતાં તેઓએ તાત્કાલિક કોલેજ પહોંચી પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. પરંતુ પ્રિન્સિપાલ કોલેજની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય એ માટે ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો. જો કે, પોલીસ તપાસના અંતે આ મામલો રેગિંગનો ન હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગત મંગળવારે કેટલાક વિદ્યાર્થીઓએ ભોગ બનેલી વિદ્યાર્થિનીનાં ચિત્રો બનાવી એની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કોલેજના ફેકલ્ટીને જાણ થતાં મામલો પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો. ભોગ બનેલી વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ લાંબા સમયથી અન્ય વિદ્યાર્થી તેની સામે કોમેન્ટ્સ અને હેરાનગતિ કરતા હતા. આ મામલે પોલીસને જાણ થતાં ડીસીપીએ તપાસ કરી હતી. ડીસીપીએ તરત જ ભોગ બનેલી વિદ્યાર્થિનીના પિતાને સંપર્ક કરી વિગતો મેળવી હતી. પરંતુ રેગિંગ જેવી કોઈ ઘટના નહીં હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે કોલેજમાં રેગિંગ કમિટી દ્વારા પેરેન્ટ્સની હાજરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, વિદ્યાર્થિની કે તેના વાલીઓ દ્વારા રેગિંગની કોઈ ફરિયાદ કરવા ઇનકાર કરાયો છે.
રેગિંગનો કોઈ મામલો નથી : ડીસીપી વિજય ગુર્જર
રેગિંગ મામલે ડીસીપી વિજય ગુર્જર જણાવ્યું હતું કે, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,રેગિંગ મામલો નથી બે વિદ્યાર્થીઓ કોઈમાં બેઠા હતા ત્યાર એક વિદ્યાર્થીનીનું કરતું પિક્ચર બનાવી તેને ચીડવતા હતા. વિધાર્થિની આ સહન નહીં થતા તેણે માતા પિતાને કોલ કરી જાણ કરી હતી.જેથી માતા પિતા કોલેજમાં દોડી આવ્યા હતા.મામલો પ્રિન્સીપાલ પાસે જતા પ્રિનિસપલે બન્ને બોલાવી સમજાવ્યા હતા.આ મામલે કોઈએ સોશ્યલ મીડિયામાં કોલેજમાં રેગિંગ થઈ હોવાનું લખાણ લખી વાયરલ કરતા પોલીસ કમિશનર તપાસના આદેશ આપ્યા હતા પોલીસે પણ બન્ને વિધાર્થિનીના માતા પિતા બોલાવી હકીકત જાણી બન્ને સમજાવ્યા હતા.