National

‘તમે લેડી કિલર છો’, કલ્યાણ બેનર્જીએ સંસદમાં કયા નેતા માટે કરી આવી કોમેન્ટ કે મચી ગયો હંગામો

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં બુધવારે પણ હંગામો થયો હતો. ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને TMC સાંસદ કલ્યાણ બેનર્જી વચ્ચે લોકસભામાં જોરદાર ચર્ચા જોવા મળી હતી. સિંધિયા પર કટાક્ષ કરતા કલ્યાણ બેનર્જીએ કહ્યું, તમે સારા દેખાતા વ્યક્તિ છો પરંતુ તમે વિલન પણ બની શકો છો. કલ્યાણ બેનર્જી અહીં જ ન અટક્યા તેમણે સિંધિયાને કહ્યું, ‘તમે લેડી કિલર છો.’

બેનર્જીની આવી ટીપ્પણી બાદ બંને નેતાઓ વચ્ચે જોરદાર બહસ થઈ હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે જો તેઓ સિંધિયા પરિવારના મહારાજા છે તો શું તેઓ દરેકને નીચા માને છે? તેના પર સિંધિયાએ કહ્યું કે તમે અંગત ટિપ્પણી કરી રહ્યા છો. મારું નામ જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તમે મારા પરિવાર વિશે ખરાબ બોલશો તો હું સહન નહીં કરું. કોઈ કરશે નહીં.
જો કે સિંધિયાનો ગુસ્સો અને સંસદમાં હંગામો થતો જોઈને કલ્યાણ

બેનર્જીએ તેમના નિવેદન માટે માફી માંગી હતી પરંતુ સિંધિયાએ કહ્યું કે તેમને બેનર્જીની માફી સ્વીકારશે નહીં.
કલ્યાણ બેનર્જીએ ખુલાસો કરતા કહ્યું કે, મારો ઈરાદો સિંધિયા કે કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો. કલ્યાણ બેનર્જીએ સોરી કહ્યું.

ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી સિંધિયા ઉભા થયા અને કહ્યું કે આપણે બધા અહીં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આવ્યા છીએ. તમે નીતિઓની ટીકા કરી શકો છો પરંતુ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરવી જોઈએ. દરેક વ્યક્તિ સ્વાભિમાન સાથે આવે છે. તેમણે સોરી કહ્યું પણ હું આ માફી સ્વીકારી શકતો નથી. તેમણે દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. કલ્યાણ બેનર્જીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે હોબાળો શરૂ થઈ ગયો. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સાંજે પાંચ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

મહિલા સાંસદોએ વિરોધ કર્યો
કલ્યાણ બેનર્જીના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ભાજપની મહિલા સાંસદોએ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને ફરિયાદ કરવાની યોજના બનાવી છે. મહિલા સાંસદોનો આરોપ છે કે કલ્યાણ બેનર્જીએ જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ અંગત ટિપ્પણી કરી છે. સાંસદોની માંગ છે કે કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવા જોઈએ. મહિલા ભાજપ સાંસદોએ વર્તમાન સત્રના બાકીના ભાગ માટે કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

Most Popular

To Top