નવી દિલ્હી: ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવદની (Ahmedabad) સાબરમતી જેલથી ટ્રાન્સફર કરી પ્રયાગરાજની નૈની જેલમાં (Jail) કેદ કરવામાં આવ્યો છે. રવિવારે પોલીસના (Police) કાફલાએ લગભગ 1300 કિલોમીટરની સફર 24 કલાકમાં પૂર્ણ કરી હતી. હવે તેને શું સજા મળશે અને કેવી રીતે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જાણકારી મળી આવી છે કે અતીકને ઉમર કેદ અથવા ફાંસીની સજા મળી શકે છે. જાણકારી મળી આવી છે અતીક ઉપર 100 કેસો ચાલી રહ્યાં છે જો કે એક પણ કેસમાં તેને સજા થઈ નથી. આ ઉપરાંત અપહરણના એક જૂના કેસમાં પ્રયાગરાજની એમપી એમએલએ કોર્ટ 28 માર્ચના રોજ પોતાનો ફેસલો સંભળાવી શકે છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે યુપી પોલીસની ટીમ અતીકને લેવા માટે સાબરમતીની સેન્ટ્રલ જેલમાં ગઈ હતી, ત્યારે આ અંગેની જાણ કોઈને નહતી. પોલીસની ટીમ અધિકારીઓની સૂચનાને અનુસરીને જ આગળ વધી રહી હતી. અમદાવાદ પહોંચતા જ બીજી ટીમ સેન્ટ્રલ જેલની બહાર અતિકનું પ્રોડક્શન વોરંટ લઈને ઉભી હતી. અતીકને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા રવિવારે સવારે શરૂ થઈ હતી અને જ્યારે સાંજે તેને લાવવા માટે પોલીસ કોર્ડન લંબાવવામાં આવ્યો હતો, ત્યારે મીડિયાને કોઈ સંકેત મળી શક્યો અને આ વાત બહાર આવી હતી. આ ઉપરાંત અતીકને લેવા યુપી પોલીસ આવી હતી તો તેઓ પોતાની સાથે બે ડ્રાઈવર એકસ્ટ્રા લઈને આવી હતી.
નૈની જેલમાં આ તૈયારીઓ સાથે અતીકને રાખવામાં આવશે
જાણકારી મુજબ જે નૈની જેલમાં અતીકને રાખવામાં આવશે તેમાં હાઈ સિક્યોરિટી બેરેકમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેલના કર્મચારીઓને તેમના રેકોર્ડના આધારે પસંદ કરીને ફરજ પર મુકવામાં આવ્યા છે. જેલમાં ફરજ પરના પોલીસકર્મીઓ બોડીવોર્ન કેમેરાથી સજ્જ હશે. પ્રયાગરાજ જેલ ઓફિસ અને જેલ હેડક્વાર્ટરમાં વીડિયો કોલ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અતીકના ભાઈ અશરફને પણ બરેલી જેલમાંથી લાવવામાં આવ્યો છે. તેને નૈની જેલમાં પણ રાખવામાં આવ્યો છે. અશરફ માટે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ છે અતીકનો પરિવાર અને તેની કુંડળી
આતીક અને તેના પરિવારની વાત કરીએ તો આતીક સામે 100થી વધુ કેસ નોંધાયેલા છે જો કે એક પણ કેસમાં તેને સજા કરવામાં આવી નથી. તેનાં ભાઈ અશરફ વિરુદ્ધ 52 કેસ નોંધાયેલા છે. પત્ની શાઇસ્તા વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે. પુત્ર અલી વિરુદ્ધ ચાર અને ઉમેશ પાલ મર્ડર કેસમાં પુત્ર અસદ પર અઢી લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.