કોવિડ-૧૯ની રસીઓ ગંભીર બિમારી સામે રક્ષણ આપે છે સંક્રમકતા હજી ચાલુ રહે છે અને રસી મૂકાયેલ વ્યક્તિ અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે છે એમ વૈજ્ઞાનિકો કહે છે. જેમને રસી મૂકાઇ ગઇ છે તેવા લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં બેદરકારી દાખવે તે બાબત સામે તેમણે ચેતવણી ઉચ્ચારી છે.
જ્યાં સુધી વૈશ્વિક કવરેજ હાંસલ નહીં કરી શકાય ત્યાં સુધી રસી મૂકાયેલા લોકો ચેપ ફેલાવે તે એક જોખમી પરિબળ છે એમ ટોચના નિષ્ણાતોએ જણાવ્યું હતું જ્યારે આજે નવા ૧૬૮૯૧૨ કેસો સાથે દેશના કુલ કેસો ૧ કરોડ ૩૫ લાખને વટાવી ગયા છે જે સાથે અમેરિકા પછી સૌથી વધુ કેસો ધરાવતો દેશ ભારત બન્યો છે.
રસીકરણ એ સરળ રીતે એવી ઘણી જુદી જુદી વ્યુહરચનાઓમાંની એક છે જે આપણે રોગચાળા સાથે કામ પાર પાડવા માટે ઉપયોગમાં લેવાની છે. અલબત્ત, તે એક જાદુઇ વન-સ્ટોપ ઉકેલ નથી એમ ઇમ્યુનોલોજીસ્ટ સત્યજીત રથે ક્હ્યું છે જેઓ દિલ્હીના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્યુનોલોજીના નિષ્ણાત છે.
હાલ ઉપલબ્ધ્ એવી રસીઓમાંથી કોઇ રસી આ વાયરસની સંક્રામકતા સામે રક્ષણ આપે તેવી નથી. આંકડાકીય રીતે જોઇએ તો રસીકરણ પછી ચેપની શક્યતા એના કરતા ઓછી હોય છે જે રસી વિનાની વ્યક્તિમાં હોય છે એમ પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, એજ્યુકેશન એન્ડ રિસર્ચના ઇમ્યુનોલોજીસ્ટ વિનીતા બાલે જણાવ્યું હતું.
નિષ્ણાતો એ બાબત પર ભાર મૂકી રહ્યા છે કે રસીકરણ પછી પણ માસ્ક પહેરવાનું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું વગેરે ચાલુ રાખવું જોઇએ.