National

UPમાં TETની પરીક્ષાનું પેપર લીક થતાં હોબાળો, યોગી સરકારે કહ્યું- ગુનેગારોની સંપત્તિ જપ્ત થશે

યુપીની (UP) ટેટ (Tet) એકઝામનું પેપર રવિવારે લીક થતાં હોબાળો મચી ઉઠયો છે. આ પેપર વોટ્સએપ પર વાયરલ થયું હતું સાથે આ પરીક્ષા આશરે 21 લાખ ઉમેદવાર આપવાના હતા. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈ તે અંગે જાણાવ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવા કરવામાં આવશે. તેઓની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ આ અંગેની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે પુનઃ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં તેમજ ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસોમાં પોતાનો આઈ-કાર્ડ બતાવીને મફત મુસાફરીની સુવિધા આપવા અંગેની પણ સૂચના આપી છે. જણાવી દઈએ કે યૂપીમાં આર્મી, NEET, JEE સહિત 2021માં 10 પરીક્ષાઓના (Exam) પેપર લીક (Paper Leak) થયા છે.

સીએમ યોગીએ જણાવ્યું હતું કે એક મહિનાની અંદર ફરીથી આ પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યો છે. કોઈપણ પરીક્ષાર્થી પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં સાથે જ મફત મુસાફરીની વ્યવસ્થા કરશે. સાથે જ કહ્યું હતું કે નોકરી હોય કે પરીક્ષા વ્યક્તિએ સંપૂર્ણ પારદર્શિતા અને પ્રમાણિકતા સાથે આગળ વધવું જોઈએ. યોગીએ કહ્યું કે જો કોઈ ઉત્તર પ્રદેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે તો તેઓ આ યુવાનો સાથે કોઈને રમત રમવા દેશે નહિ. સારા કાયદા વ્યવસ્થાના કારણે એક કરોડ એકસઠ લાખથી વધુ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ અને વિશ્વકર્મા શ્રમ સન્માન દ્વારા 60 લાખથી વધુ લોકોને સ્વ-રોજગાર સાથે જોડવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

પરીક્ષાના થોડા સમય પહેલા પેપર લીક થયા બાદ યુપી સરકારે પરીક્ષાને અટકાવી દીધી હતી. આ ધટનાં પછી યોગી સરકાર પર વિપક્ષ સરકારના નેતાઓએ સવાલો ઉઠાવવાનાં શરૂ કરી દીધા છે. કોંગ્રેસના યુપીનાં અંશુ અવસ્થીએ કહ્યું કે યોગી સરકારે 70 લાખ નોકરીઓ આપીને નંબર વન બનવાનું વચન આપ્યું હતું, પરંતુ પેપર લીકમાં નંબર વન બનાવી દીધાં. સાથે જ જણાવ્યુ હતું કે યોગી સરકારના સાડા ચાર વર્ષના શાસન દરમિયાન અડધા ડઝનથી વધુ પરીક્ષાઓના પેપર લીક થયા હતા. જેમાં ઈન્સ્પેક્ટરની ભરતીથી લઈને એસએસસીના પેપર લીક થવાનો આરોપ લગાડવામા આવ્યાં છે.

Most Popular

To Top