National

UP: બદાયૂમાં બે માસૂમની હત્યા કેસ પરથી ઉઠશે પડદો, બીજા આરોપી જાવેદની બરેલીથી ધરપકડ

ઉત્તર પ્રદેશના બદાયૂમાં (UP Badaun) ઘરમાં ઘુસીને બે બાળકોની ઘાતકી હત્યાના કેસમાં (Murder Case) યુપી પોલીસને મોટી સફળતા મળી છે. યુપી પોલીસે (Police) આ હત્યા કેસના બીજા આરોપી જાવેદની ધરપકડ કરી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ બંને બાળકોની હત્યા કર્યા બાદ જાવેદ પહેલા દિલ્હી ભાગી ગયો હતો. આ પછી બરેલી ચાલ્યો ગયો હતો. તેની બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ મર્ડર કેસના અન્ય આરોપી સાજિદને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરી ચૂકી છે. બે બાળકોની હત્યા બાદ બીજો આરોપી જાવેદ ફરાર હતો. પોલીસે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ તે મળી આવ્યો ન હતો. આ પછી પોલીસે જાવેદ પર 25 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. આખરે પોલીસને સફળતા મળી અને બરેલીમાંથી જાવેદની ધરપકડ કરી.

બરેલી પોલીસે જાવેદને બદાયૂ પોલીસને સોંપી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જાવેદને મોડી રાત્રે સ્થાનિક લોકોએ બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પરથી પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેનો વીડિયો બનાવ્યો. જાવેદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ઓટોમાં બેસેલો જોવા મળે છે. દરમિયાન તે કહી રહ્યો છે કે તેણે કશું કર્યું નથી. તે નિર્દોષ છે. તેણે જણાવ્યું કે જે પરિવારમાં બાળકોની હત્યા થઈ છે તે પરિવાર સાથે સાજીદના ઘર જેવા રિલેશન હતા. જાવેદ દિલ્હીથી બરેલી જઈને આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો આ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી.

જાવેદે શું કહ્યું?
હત્યા કેસના બીજા આરોપી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાવેદ આ વીડિયોમાં કહી રહ્યો છે કે તે એક સીધો સાદો માણસ છે. તેના મોટા ભાઈ સાજિદે આ હત્યા કરી છે અને તેની આ હત્યામાં કોઈ ભૂમિકા નથી. વીડિયોમાં જાવેદ પોતાને પોલીસને સોંપવાનું કહી રહ્યો છે. જાવેદે કહ્યું છે કે જેમની હત્યા કરવામાં આવી હતી તેઓના તે ઘર સાથે ખૂબ સારા સંબંધો હતા.

બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો
આયુષ અને અહાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હૃદયદ્રાવક માહિતી સામે આવી છે. બંને બાળકો પર અનેક તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. મોટા બાળક આયુષના શરીર પર 14 અને અહાનના શરીર પર 9 ઘા માર્યા હતા. એટલે કે બંનેના શરીર પર કુલ 23 મારામારી કરવામાં આવી હતી. ગરદન પર હુમલો કર્યા બાદ બંને બાળકોની પીઠ, છાતી અને પગ પર અનેક તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. દોડતી વખતે તે સમયે કોઈએ હુમલો કર્યો હોય તેમ પગ પર આવા પ્રકારના વાર જોવા મળ્યા હતા.

આ હતી સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ બાબા કોલોનીમાં મજિયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર વિનોદ ‘હર ઘર જલ યોજના’ હેઠળ ઓવરહેડ ટાંકી બનાવે છે. કસ્બા સખાનુમાં રહેતા સાજીદની તેઓના ઘરની સામે વાળ કાપવાની દુકાન હતી. વિનોદની પત્ની સંગીતા તેના ઘરના નીચેના ભાગે બ્યુટી પાર્લર ચલાવે છે. આ કારણે બંને પરિવારો વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. સાજીદને પણ તેના ઘરે આવવા-જવાનું થતું હતું. મંગળવારે રાત્રે સંગીતા ત્રણ બાળકો આયુષ, અહાન અને પીયૂષ (8) સાથે ઘરે હતી જ્યારે વિનોદ લખીમપુર ખીરી ગયો હતો. સાજીદ સાંજે ચાર વાગ્યે દુકાન બંધ કરીને નીકળી ગયો હતો.

રાત્રે આઠ વાગ્યે સાજીદ તેના બે મિત્રો સાથે વિનોદના ઘરે આવ્યો હતો અને તેની પત્ની ગર્ભવતી છે તેમ કહી સંગીતા પાસે પૈસા માંગ્યા હતા. સંગીતા તેના માટે પૈસા લેવા અંદર ગઈ હતી. દરમિયામ સાજિદ તેના બે પુત્રો આયુષ અને અહાનને તેની સાથે ધાબા પર લઈ ગયો. તેમજ પીયુષને પાણી લાવવા કહ્યું હતું. તે પાણી લઈને ઉપરના માળે પહોંચ્યો ત્યાં સુધીમાં સાજિદે આયુષ અને અહાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. સામે આવેલા પિયુષ પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે બૂમો પાડતો નીચે ભાગ્યો હતો. જ્યારે સાજીદ પીયૂષની પાછળ દોડ્યો ત્યારે માતાએ આ જોઈને જોર જોરથી બુમો પાડી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માતા-પુત્રને બહાર ખેંચીને દરવાજો બંધ કરી દીધો હતો.

Most Popular

To Top