ગોંડા જિલ્લાના ગોંડા-માનકાપુર રેલવે સેક્શન વચ્ચે ડિબ્રૂગઢ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અકસ્માતના પગલે ચકચાર મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 વ્યક્તિના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ અકસ્માત મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પીકૌરા ગામ પાસે થયો હતો.
ઉત્તર પ્રદેશના ગોંડામાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. અહીં ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904) ના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ 12થી 14 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં 4 લોગોના મોત થયા છે જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે. બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગોંડા શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે થઈ હતી. આ ટ્રેન ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા. દુર્ઘટનાગ્રસ્ત કોચમાં ઘણા મુસાફરો ફસાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
ગોંડામાં ટ્રેન દુર્ઘટના (ડિબ્રુગઢ એક્સપ્રેસ)ની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિજીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.
- રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે
કોમર્શિયલ કંટ્રોલ: 9957555984
ફુરકેટીંગ(FKG): 9957555966
મારિયાની (MXN): 6001882410
સિમલગુરી (SLGR): 8789543798
તિનસુકિયા (NTSK): 9957555959
ડિબ્રુગઢ (DBRG): 9957555960 - ગુવાહાટી સ્ટેશન હેલ્પલાઈન નંબર
0361-2731621
0361-2731622
0361-2731623