Entertainment

આ નેતાએ ફેસબુક પર રાજુ શ્રીવાસ્તવ સામે વાંધાજનક વાતો કરી, કેસ નોંધાયો

ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કૌશામ્બી જિલ્લામાં બહુજન મુક્તિ પાર્ટી (BMP)ના પ્રદેશ અધ્યક્ષ દાનિશ અલીએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર તેમના મૃત્યુ બાદ વાંધાજનક ટિપ્પણી કરી હતી. મળતી માહિતી મુજબ નેતાએ વાંઘાજનક પોસ્ટ (ઝદેૂ) મૂકતાની સાથે જ લોકોએ તેમને આડેહાથ લીઘા હતા. આ મામલાની માહિતી મળતાં જ એસપી હેમરાજ મીણાએ પિપરી પોલીસને (Police) કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પોલીસે આરોપી નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

જણાવી દઈએ કે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે સવારે લાંબી બીમારી સામે લડતા જીવનની લડાઈ હારી ગયા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ દેશભરના તેમના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. તેમના ચાહકોએ સોશિયલ સાઈટ પર શોક વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન બહુજન મુક્તિ પાર્ટીના કાર્યવાહક પ્રદેશ અધ્યક્ષ દાનિશ અલીએ ફેસબુક પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેની પોસ્ટ જોતા જ લોકો ગુસ્સે થઈ ગયા. લોકોએ તેમની ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વાંઘાજનક પોસ્ટનો કોઈએ સ્ક્રીનશોટ લીધો અને કૌશામ્બી પોલીસને ટ્વિટર પર ટેગ કર્યું હતું. આ જોઈને એસપી હેમરાજ મીણા એક્શનમાં આવ્યા અને પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપી. દાનિશ અલી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, દાનિશ અલી પિપરી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. એસપીની સૂચના પર, પિપરી એસઓએ આઈટી એક્ટ અને ધાર્મિક લાગણી ભડકાવવાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સમરે કહ્યું, “દાનિશ અલીએ સ્વર્ગસ્થ રાજુ શ્રીવાસ્તવ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. પીપરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.”

રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ કાર્ડિયાક અરેસ્ટ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે તેમને એટેક આવ્યો હતો. પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ 22 ઓગસ્ટના રોજ તેઓના અંતિમક સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top