નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ (Uttarpradesh) મેયરની ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) જોરદાર જીત મળી છે. ભાજપે મેયરની 17 સીટો પોતાના નામે કરી હતી. જ્યારે આ ચૂંટણીમાં તો વિપક્ષને પરિણામ સારા ન મળ્યાં હતાં. માહિતી મુજબ આ જીતથી બીજેપી ખૂબ ખુશ છે. જ્યારે નારાજ થયેલા વિપક્ષી પક્ષના નેતાઓએ રાજ્ય સરકાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી પક્ષોએ યોગી સરકાર પર સીધો હુમલો કર્યો હતો અને તેમનાં પર સત્તાનો દુર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. માયાવતીએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, યૂપી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સામ, દામ, દંડ, ભેદ વગેરે બાબતોનો ઉપયોગ કર્યો હતો. સાથે જ તેમના દ્વારા સરકારી મશીનરીના દૂરઉપયોગ મામલે BSP ચૂપ રહેશે નહીં. જોકે સમય આવવા પર તેનો જવાબ બીજેપીને જરૂર મળશે.
ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ હોત તો પરિણામોનું ચિત્ર અલગ હોત: માયાવતી
માયાવતીએ પ્રતિકૂળ સંજોગોમાં બસપા પર વિશ્વાસ મુકવા અને પક્ષના ઉમેદવારોને મત આપવા બદલ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેણે કહ્યું જો આ ચૂંટણી પણ મુક્ત અને નિષ્પક્ષ હોત તો પરિણામોનું ચિત્ર અલગ હોત. જો ચૂંટણી બેલેટ પેપરથી થઈ હોત તો BSP ચોક્કસપણે મેયરની ચૂંટણી પણ જીતી શકી હોત. ભાજપ હોય કે સપા, સત્તાનો દુરુપયોગ કરીને આવી ચૂંટણી જીતવામાં બંને પક્ષો એકબીજાથી ઓછા નથી, જેના કારણે શાસક પક્ષ મોટાભાગની બેઠકો હેરાફેરીથી જીતે છે અને આ વખતે પણ એવું જ છે.
જાણો કોને કેટલી સીટ મળી
પાલિકાની 199 બેઠકોમાંથી 94 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જ્યારે સપાના ખાતામાં 39, બસપાને 16, કોંગ્રેસને 4 અને અન્યને 46 બેઠકો આવી છે. નગર પંચાયતની 544 બેઠકોમાંથી ભાજપને 196, સપાને 91, કોંગ્રેસને 14, બસપાને 38 અને અન્યને 205 બેઠકો મળી હતી.