નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં (UP) નગરપાલિકાની ચૂંટણીનો (Election) માહોલ જામ્યો છે. દરેક પાર્ટી મત મેળવવા માટે તેઓથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે આ વચ્ચે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ લોકોને સંબંધવા માટે આગ્રા પહોંચ્યાં હતા. તેઓના આ કાર્યક્રમ માટે તેઓ વ્રજ વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મથુરા, ફિરોઝાબાદ અને આગ્રામાં જાહેર સભાઓને સંબોધી હતી. સબકા સાથ સબકા વિકાસ આ વાતને ધ્યાનમાં રાખીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
આગ્રામાં આવીને તેઓએ લોકોને સંબંધતા કહ્યું કે આગ્રા પોતાના ઈતિહાસને લઈને ઓળખાય છે. છત્રપતિ શિવાજી મહારાજની યાદો આ શહેર સાથે જોડાય છે તેથી અહીં શિવાજી મ્યુઝિયમ તૈયાર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. અયોધ્યા શ્રી રામનું ધામ છે તેથી ત્યાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેના દર્શન આપણે નજીકના સમયમાં કરી શકીશું. આ ઉપરાંત કાશીમાં પણ ધણાં બદલાવો કરવામાં આવ્યાં છે. હવે આ બદલાવ વૃજમાં પણ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે અમે જાતિ કે ધર્મને ધ્યાનમાં રાખીને કોઈ કાર્ય કરતા નથી અમે સૌને સાથે લઈને તેમજ સૌના વિકાસ માટે કામ કરીએ છીએ.
સીએમ યોગીએ કહ્યું કે અમારી સરકાર અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવી રહી છે. કાશીમાં ભગવાન ભોલેનાથનું ભવ્ય ધામ બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો બધા સહમત થાય તો મથુરામાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ થશે. બરસાનામાં રોપ-વેની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. ગોવર્ધનને તેની ભવ્યતામાં પાછો લઈ જવાનો છે. તેમણે કહ્યું કે સરકારની પણ જવાબદારી છે અને સામાન્ય લોકોની પણ આ જવાબદારી છે.
યોગીએ વધુમાં કહ્યું કે આજે ભારત એક મજબૂત દેશના રૂપમાં તૈયાર થઈ ગયો છે. પાછલા 9 વર્ષમાં દેશમાં જે બદલાવો આવ્યાં છે તે 70 વર્ષમાં કયારેય જોવા મળ્યા ન હતા. આનું ઉદાહરણ તેઓએ G-20 સમિટનું આપ્યું હતું. તેઓએ કહ્યું આજથી 6 વર્ષ પહેલાની વાત કરીએ તો દરેક જગ્યા પર કચરાના ઢગલા જોવા મળતા હતા આજે આવું કયાંય જોવા નથી મળી રહ્યું. આજે આગ્રાને સ્વર્ગ સમાન માનવામાં આવે છે.
સીએમ યોગીએ કહ્યું કે અમારા કાર્યકાળમાં ગુંડાગીરીને વિરામ મળ્યો છે. લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી શૌચાલયો બનાવવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીનું વિઝન, યુપીનું મિશન નવું ઉત્તર પ્રદેશ છે. જે ખેડૂત પહેાલ માથું નીચું કરીને ચાલતો હતો તે આજે માથું ઉચું કરીને ચાલે છે. અમે દિવાળી પર એક એક અમારી પ્રજાને સિલિન્ડર ફ્રીમાં આપવા જઈ રહ્યા છીએ. અમારી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તાજેતરમાં ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન કરોડોના રોકાણની વાત થઈ હતી. તેનાથી એક કરોડ યુવાનોને રોજગાર મળશે.