લખનઉ: (Lucknow) ઉત્તરપ્રદેશમાં (UP) જાન્યુઆરીના અંતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા સરકારના કેબિનેટ (Cabinet) વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજભવન સચિવાલયમાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, મંત્રીમંડળના નવા ચહેરાઓને રવિવારે સાંજે 5.30 વાગ્યે રાજ્યપાલ ગૃહના ગાંધી ઓડિટોરિયમ ખાતે પદના શપથ લેવડાવવાના છે. જે મંત્રીઓ શપથ લેશે તેમને 26 સપ્ટેમ્બરની સાંજથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કામ કરવા માટે સમય મળે તેવી શક્યતા છે. આનું કારણ એ પણ છે કે જાન્યુઆરીના મધ્યમાં જ યુપીમાં આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર વિકાસ સંબંધિત કોઈ કામ કરી શકશે નહીં. આ સ્થિતિમાં પ્રચારની જવાબદારી માત્ર મંત્રીઓની રહેશે.
આગામી છ મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે સાત મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. અત્યાર સુધી જે નામ સામે આવી રહ્યાં છે તેને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે સંદેશ કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તારમાં પીએમ મોદીએ આપ્યો હતો, તે સંદેશ યોગી આપવા જઈ રહ્યા છે. સામાજિક સંતુલન એટલે કે જાણીય ગણિત બેસાડવાનો પ્રયાસ થવા જઈ રહ્યો છે. 2022 ની ચૂંટણી પહેલા યુપીમાં આ કેબિનેટ વિસ્તરણ પાછળ ચૂંટણીની જરૂરિયાતો વધુ છે. એવું માનવામાં આવે છે કે સરકારે આ ચહેરાઓને એટલા માટે મંત્રી બનાવ્યા છે જેથી સરકારમાં પછાત જાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો સંદેશ લોકોમાં મોકલી શકાય.
મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં જે નામ સામે આવી રહ્યા છે તેમાં જિતિન પ્રસાદ, પલટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટિક, ધર્મવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનું નામ સામેલ છે. આ લોકોમાં પણ જિતિન પ્રસાદ બ્રાહ્મણ અને અન્ય ઓબીસી કે દલિત છે. સંજય ગૌડ જેવા આદિવાસી નેતાને પણ મંત્રી બનાવવામાં આવે તો નવાઈ નહીં. સોનભદ્ર આદિવાસી વિસ્તારથી આવનાર સંજય પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ મંત્રીઓને કામ કરવા માટે વધુ સમય ન મળે, પરંતુ સરકાર ચૂંટણી દરમિયાન તેમનો લાભ મેળવી શકે છે. જણાવી દઈએ કે જે મંત્રીઓ શપથ લેશે તેમને 26 સપ્ટેમ્બરની સાંજથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી કામ કરવા માટે સમય મળે તેવી શક્યતા છે. મંત્રીમંડળના વિસ્તરણ દરમ્યાન થનાર નામોની જાહેરાત આવનારા સમયમાં જાતિગત સમીકરણોને કારણે યૂપી ઇલેક્શનમાં મોટો લાભ કરાવી જાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.